Gir Somnath: 4.0ની તીવ્રતાનો ભૂકંપ, તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ભૂકંપના આંચકા

|

May 02, 2022 | 7:54 AM

Gir Somnath: તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની ભૂકંપના આંચકા અનુભવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ તાલાલા ગીરથી નોર્થ ઈસ્ટથી 13 કિમી દૂર નોંધાયુ છે.

Gir Somnath: તાલાલા, ધાવા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારની ભૂકંપના આંચકા (earthquake) અનુભવાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભૂકંપનું કેન્દ્ર બિંદૂ તાલાલા (Talala) ગીરથી નોર્થ ઈસ્ટથી 13 કિમી દૂર નોંધાયુ છે. વહેલી સવારે 6.58 વાગે ભૂકંપ આંચકો અનુભવાયો હતો. મહત્વનું છે કે થોડા દીવસ પહેલા કચ્છમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે આવેલ ભૂકંપની તીવ્રતા 2.5 નોંધવામાં આવી હતી. તેનું કેન્દ્રબિંદુ ભચાઉથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું. ભૂકંપના આંચકો અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા.

મહત્વનું છે કે બે દીવસ પહેલા આંદામાન નિકોબારના કેટલાક ક્ષેત્રોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પરની તીવ્રતા 4.1 જેટલી નોંધાઈ હતી. શનિવારે રાતે 11:04 કલાકે આ પ્રકારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપના કારણે જાનમાલના નુકસાનને લગતી કોઈ ઘટના સામે નહોતી. નેશનલ સેન્ટર ફોર સીસ્મોલોજીના અહેવાલ પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર આંદામાનમાં દિગલિપુરથી 3 કિમી દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત હતું. ગયા અઠવાડિએ લદ્દાખમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. વહેલી સવારે 2:53 વાગ્યે કારગિલ ક્ષેત્રમાં ભૂકંપ અનુભવાયો હતો. અધિકારીઓના કહેવા પ્રમાણે તેનું કેન્દ્ર 36.02 ડિગ્રી ઉત્તરી અક્ષાંશ અને 77.33 ડિગ્રી પૂર્વી દેશાંતર પર જમીનથી 30 કિમી નીચે નોંધાયું હતું.

 

આ પણ વાંચો: Surat: સચિનમાં 5 વર્ષની બાળકી પર બળાત્કાર કેસમાં આરોપીને મરે ત્યાં સુધી કેદની સજા

આ પણ વાંચો: ગુજરાતમાં AAP અને BTP ગઠબંધનને પગલે આદિવાસી સંકલ્પ મહાસંમેલનનું આયોજન, કેજરીવાલની હાજરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:31 am, Mon, 2 May 22

Next Video