VIDEO: ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ, આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું ગીર અભયારણ્ય

|

Oct 17, 2019 | 7:03 AM

સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. આજથી ગીર અભ્યારણ્યના દ્વાર સહેલાણીઓ માટે ખોલવામાં આવ્યા છે. ગીર અભ્યારણ્યના દ્વાર ખુલતા 4 મહિના બાદ હવે પ્રકૃતિ પ્રેમીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે. ગીર જંગલના દ્વાર ખુલતાની સાથે જ આજે વહેલી પરોઢથી સિંહ દર્શન માટે પ્રવાસીઓની લાંબી કતારો લાગી ગઈ છે. આ પણ વાંચો: ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ […]

VIDEO: ગીરના જંગલમાં વન્ય પ્રાણીઓનું વેકેશન પૂર્ણ, આજથી સહેલાણીઓ માટે ખુલ્લું મુકાયું ગીર અભયારણ્ય

Follow us on

સિંહ પ્રેમીઓ માટે સારા સમાચાર છે. આજથી ગીર અભ્યારણ્યના દ્વાર સહેલાણીઓ માટે ખોલવામાં આવ્યા છે. ગીર અભ્યારણ્યના દ્વાર ખુલતા 4 મહિના બાદ હવે પ્રકૃતિ પ્રેમીઓ સિંહ દર્શનનો લાભ લઈ શકશે. ગીર જંગલના દ્વાર ખુલતાની સાથે જ આજે વહેલી પરોઢથી સિંહ દર્શન માટે પ્રવાસીઓની લાંબી કતારો લાગી ગઈ છે.

આ પણ વાંચો: ચૂંટણી જીત્યા પહેલા અલ્પેશ ઠાકોરનો મંત્રી બનવાનો દાવો, વધુ એક VIDEO વાયરલ

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

વરસાદ બાદ નવી તાજગી સાથે લીલીછમ હરિયાળી વચ્ચે સહેલાણીઓ સિંહદર્શનનો લ્હાવો લઈ શકશે. જંગલમાં નદી-નાળા ઝરણાઓ છલકાઈ ઉઠ્યા છે, જેના કારણે સોળે કળાએ ખીલી ઉઠેલા જંગલ સાથે સિંહ દર્શન કરવાનો આ ઉત્તમ સમય છે. મહત્વનું છે કે 16 જૂનથી ગીર અભ્યારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરી દેવાયું હતું.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જે 4 મહિના બાદ ફરી ખુલ્લુ મુકાયું છે. ગીરના જંગલમાં એપ્રિલ 2015માં થયેલી છેલ્લી ગણતરી મુજબ 523 સિંહો છે. ત્યારે દિવાળીના વેકેશનમાં મોટી સંખ્યામાં પર્યટકો સિંહ દર્શન કરવા માટે ઉમટી પડે તેવી આશા વન વિભાગને છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 3:49 am, Wed, 16 October 19

Next Article