
વડોદરા જિલ્લાના પાદરા નજીક આવેલો ગંભીરા બ્રિજ ધરાશાયી થવાની ઘટનામાં 14 લોકોના મોત નિપજ્યાં હોવાનું સત્તાવાર સામે આવ્યું હતુ. ત્યારે દુર્ઘટનાના 24 કલાક બાદ પણ મહિસાગર નદીમાં સર્ચ ઓપરેશન યથાવત છે. ગઈકાલે સવારે અચાનક જર્જરિત ગંભીરા બ્રિજ વચ્ચેથી તૂટી પડતા અનેક વાહનો સાથે માણસો પણ નદીમાં ખાબક્યા હતા. જેમાં 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. ઘટના બન્યા બાદ તાત્કાલિક ધોરણે સર્ચ ઓપરેશ હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ ઓપરેશનને 24 કલાક થયા છતા પણ NDRF દ્વારા સતત સર્ચ ઑપરેશન કરવામાં આવી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર આજે પૂનમ હોવાના કારણે દરિયામાંથી પાણી બેક મારતું હોવાથી મહીસાગર નદીમાં પાણીનો પ્રવાહ વધી જતા સર્ચ ઓપરેશનમાં મુશ્કેલી આવી રહી છે. નદીમાં ભારે માત્રામાં કાંપ હોઈ વાહનો કાઢવામાં પણ મુશ્કેલી આવી રહી છે. જો કે હજી પણ અનેક લોકો નદીના પાણીમાં હોવાની આશંકા છે. અનેક પરિવારના સ્વજનોની હજુ પણ ભાળ મળી નથી.
#GhambhiraBridge Collapse: Search operation continues 24 Hours after the tragedy#MahisagarRiver #MahisagarRiverBridgeCollapse #MahisagarBridgeCollapse #BrideCollapse #GujaratBridgeCollapse #Gujarat #TV9Gujarati pic.twitter.com/9VBFqqrPeQ
— Tv9 Gujarati (@tv9gujarati) July 10, 2025
ઉલ્લેખનીય છે કે બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે સરકારે કરી કમિટીની રચના કરી છે. બ્રિજ દુર્ઘટનામાં તપાસ માટે 6 સભ્યોની કમિટી બનાવાઈ છે. કમિટી બ્રિજ તૂટવાના કારણો, ક્ષતિ, બેદરકારીની કરશે તપાસ કરશે. સંપૂર્ણ અહેવાલ 30 દિવસમાં સરકારને સોંપવામાં આવશે.ભવિષ્યમાં આવી દુર્ઘટના ન સર્જાય તે માટે સૂચનો આપશે . માર્ગ-મકાન વિભાગના અધિક સચિવ, મુખ્ય ઈજનેરનો કમિટીમાં સમાવેશ કરાયો છે.