‘ગણપતિમાં શ્રદ્ધાથી મોટું કંઈ નથી’ સુરતના મિનીએચર આર્ટિસ્ટે વેસ્ટમાંથી બેસ્ટ 15 મુદ્રામાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરી

|

Sep 19, 2020 | 5:26 PM

મુંબઈ બાદ સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ સૌથી ધામધૂમથી ઉજવાતો પર્વ છે. અહીં સુરતમાં અંદાજે 10 હજાર કરતા પણ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશભક્તો દર વર્ષે આવતા ગણપતિ બાપ્પાની પ્રતિમા કે તેમના મંડપ અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે લોકોએ ઘરમાં જ મૂર્તિનું સ્થાપન […]

ગણપતિમાં શ્રદ્ધાથી મોટું કંઈ નથી સુરતના મિનીએચર આર્ટિસ્ટે વેસ્ટમાંથી બેસ્ટ 15 મુદ્રામાં ગણેશજીની પ્રતિમા તૈયાર કરી

Follow us on

મુંબઈ બાદ સુરત શહેરમાં ગણપતિ મહોત્સવ સૌથી ધામધૂમથી ઉજવાતો પર્વ છે. અહીં સુરતમાં અંદાજે 10 હજાર કરતા પણ નાની મોટી પ્રતિમાઓનું સ્થાપન કરવામાં આવે છે. ગણેશભક્તો દર વર્ષે આવતા ગણપતિ બાપ્પાની પ્રતિમા કે તેમના મંડપ અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોનાની મહામારીને કારણે લોકોએ ઘરમાં જ મૂર્તિનું સ્થાપન કર્યું છે. ત્યારે સુરતમાં રહેતા એક મીનિએચર આર્ટિસ્ટ દ્વારા બાળ સ્વરૂપના ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે. અલગ અલગ 15 મુદ્રામાં સુરતના ડિમ્પલ જરીવાળાએ વેસ્ટમાંથી બેસ્ટ ગણપતિ તૈયાર કર્યા છે.

કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ડિમ્પલ જરીવાળા જણાવે છે કે સુરતમાં ગણપતિ ઉત્સવ કેટલાક લોકો માટે દેખાડો બની ગયો છે. જેથી તેઓ દર વર્ષે આ મહોત્સવમાં રૂપિયા પાછળ ધૂમ ખર્ચો કરીને પર્યાવરણને પણ નુકસાન પહોંચાડી દેતા હોય છે. તેવામાં વેસ્ટમાંથી પણ કેવી રીતે ગણપતિ તૈયાર કરી શકાય છે. તેનો સંદેશો તેઓ આપવા માંગે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ડિમ્પલભાઈએ નાના મણકા, બોલપેનના નકામા ખોલા સાથે માટીનો ઉપયોગ કરીને બાળ સ્વરૂપ ગણપતિ તૈયાર કર્યા છે. જેમાં ઉંદર સાથે રમતા, થાંભલા પરથી નિસરતા, કોરોના થીમ પર પણ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે. જે પાછળનો ઉદ્દેશ્ય તેમનો એ જ છે કે ગણપતિ મહોત્સવમાં મૂર્તિ નહીં પણ શ્રદ્ધા મોટી હોવી જરૂરી છે. તેમણે આ બાળ ગણેશ 1.5 MMથી લઈને 1.5 ઈંચ સુધીના તૈયાર કર્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 11:43 am, Thu, 27 August 20

Next Article