Breaking News : અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, જુઓ-video

અમદાવાદની સાબરમતી જેલમાં છે બંધ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે.

Breaking News : અમદાવાદની સાબરમતી જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો કથિત વીડિયો વાયરલ, જુઓ-video
gangster lawrence bishnoi video viral
| Edited By: | Updated on: Jun 18, 2024 | 11:19 AM

અમદાવાદની સાબરમતી જેલમાં છે બંધ ગેંગસ્ટાર લોરેન્સ બિશનોઈનો કથિત વીડિયો વાયરલ થયો છે. બિશનોઈએ બકરી ઈદ નીમિતે પાકિસ્તાનમાં બેઠા મિત્રને અમદાવાદ જેલમાંથી વીડિયો કોલ કર્યાનું અનુમાન છે. લોરેન્સને સાબરમતિ જેલમાં વિશેષ બેરેકમાં રાખવામાં આવ્યો છે. ત્યારે તેની પાસે જેલમાં ફોન ક્યાંથી આવ્યો તે મોટો સવાલ છે. ત્યારે વીડિયો વાયરલ થયો છે તેની જાણકારી મળી રહી છે પણ આ અંગે TV9 ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી.

લોરેન્સ બિશનોઈ જેલમાંથી વીડિયો વાયરલ

મળતી માહિતી મુજબ કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. અહીં જેલમાં બંધ લોરેન્સે પાકિસ્તાનમાં તેના મિત્રને વીડિયો કોલ કર્યો હોવાનુ અનુમાન છે. ત્યારે લોરેન્સ પાસે મોબાઈલ ક્યાથી આવ્યો તે સૌથી મોટો સવાલ છે. વિડિયો કોલ વાયરલ થતા હવે જેલ તંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે. ગૂજરાત ATS એ લોરેન્સની ટ્રાન્સફર વોરંટ થી  ધરપકડ કરી હતી. ડ્રગ્સ કેસમાં લોરેન્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી. જોકે આ અંગે TV9 આ વીડિયોને પુષ્ટિ કરી રહ્યું નથી.

પાકિસ્તાની મિત્ર સાથે કરી વાત

વીડિયો તેનો મિત્ર કહી રહ્યો છે દુબઈ જેવા દેશોમાં આજે છે જ્યારે અન્ય દેશોમાં આવતીકાલે છે વીડિયો પરથી લાગી રહ્યું છે બકરી ઈદ આવતીકાલે છે તેને લઈને વાત કરી રહ્યો છે. મળતી માહિતી મુજબ આ વીડિયો 16મી જૂનનો હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે.

 ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ

લોરેન્સના કથિત વીડિયો પર પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યુ છે. ઋષિકેશ પટેલે આ અંગે જણાવ્યું હતુ કે આ આજે જ સવારે આ વીડિયો ધ્યાનમાં આવ્યો છે તે અંગે કોઈને કઈ જાણ નથી ત્યારે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે

જેલમાં કેદીઓ પાસે અગાઉ પણ પકડાયા ફોન

ત્યારે લોરેન્સ પાસે ફોન ક્યાંથી આવ્યો તેમજ તેને જેલમાં ફોન કોણે આપ્યો અને કોણ છે જેલમાં તેનો મદદગાર? તમને જણાવી દઈએ લોરેન્સ બિશ્નોઈ કુખ્યાત ગેંગસ્ટર છે, સલમાનના ઘર પર ગોળીબાર કરાવવામાં આ ગેંગસ્ટરનો હાથ હોવાનું સામે આવ્યું હતુ ત્યારે ફરી એકવાર જેલમાં બેઠા બેઠા પાકિસ્તાની મિત્ર સાથે ફોન પર વાત કરતો વીડિયો વાયરલ થતા વિવાદ વકર્યો છે. ત્યારે અગાઉ પણ જેલમાં કેદીઓ પાસેથી મોબાઈલ ફોન પકડાયા છે.

Published On - 10:39 am, Tue, 18 June 24