ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવવા એસો.નો નિર્ણય, નાનો પંડાલ બાંધવા, એક જ વ્યક્તિએ આરતી કરવા, પ્રસાદનું વિતરણ નહી, ઘરે બેઠા મોબાઈલ એપથી આરતીનો લાભ લેવા અપિલ

Bipin Prajapati

Bipin Prajapati | Edited By: TV9 Webdesk11

Updated on: Sep 21, 2020 | 1:56 PM

કોરોનાકાળમાં ગણેશ મહોત્સવ પણ સાદગીથી ઉજવવા ગણેશ મહોત્સવ એસોસિએશને નિર્ણય કર્યો છે. આ વર્ષે વધુ ભીડભાડ એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના હોવાથી ઉત્સવ સાદગીથી ઉજવવાનો આદેશ સરકારી તંત્રે કર્યો છે. જેના પગલે, ગણેશ મહોત્સવ એસોસિએશને રાજ્યભરમાં ગણેશ મહોત્સવ કેવી રીતે ઉજવવો તેની માર્ગદર્શીકાઓ ઘડી કાઢી છે. ગણેશ પંડાલ નાનો રાખવા, એક જ વ્યક્તિ આરતી […]

ગણેશ મહોત્સવ સાદગીથી ઉજવવા એસો.નો નિર્ણય, નાનો પંડાલ બાંધવા, એક જ વ્યક્તિએ આરતી કરવા, પ્રસાદનું વિતરણ નહી, ઘરે બેઠા મોબાઈલ એપથી આરતીનો લાભ લેવા અપિલ

કોરોનાકાળમાં ગણેશ મહોત્સવ પણ સાદગીથી ઉજવવા ગણેશ મહોત્સવ એસોસિએશને નિર્ણય કર્યો છે. આ વર્ષે વધુ ભીડભાડ એકત્ર થવાથી કોરોનાનું સંક્રમણ વધવાની સંભાવના હોવાથી ઉત્સવ સાદગીથી ઉજવવાનો આદેશ સરકારી તંત્રે કર્યો છે. જેના પગલે, ગણેશ મહોત્સવ એસોસિએશને રાજ્યભરમાં ગણેશ મહોત્સવ કેવી રીતે ઉજવવો તેની માર્ગદર્શીકાઓ ઘડી કાઢી છે. ગણેશ પંડાલ નાનો રાખવા, એક જ વ્યક્તિ આરતી ઉતારી શકશે. આ વર્ષે ગણેશ મહોત્સવમાં પ્રસાદનું વિતરણ નહી કરાય. ગણેશ ભક્તો ઘરે બેઠા ઓનલાઈન ગણેશના દર્શન અને આરતીનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા કરવાનુ કહેવાયુ છે. 3 ફુટથી મોટી ગણેશ મૂર્તિનું સ્થાપન નહી કરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે બલ્ડ ડોનેશન અને પ્લાઝમા ડોનેટ કરવાનો સેવાલક્ષી કાર્યક્રમો યોજવા જણાવાયુ છે. મહોલ્લા, પોળ, ચાલી, ફ્લેટ કે સોસાયટી સિવાયના અન્ય લોકો માટે દર્શન વ્યવસ્થા બંધ કરાઈ છે.

Latest News Updates

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati