કોંગ્રેસે 70 વર્ષમાં નથી કર્યું તે પીએમ મોદીએ 7 વર્ષમાં કર્યું : અમિત શાહ

| Edited By: | Updated on: Oct 09, 2021 | 7:57 AM

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કહ્યું કે 2024ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ચૂંટાશે.  પોતાના મતક્ષેત્રે ગાંધીનગરમાં વિકાસના કાર્યોના લોકાર્પણ સમયે અમિત શાહે મોદીના 20 વર્ષના શાસનની પ્રશંસા કરી.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે(Amit Shah) ગાંધીનગરમાં જાહેરમંચ પરથી કોંગ્રેસને(Congress) આડેહાથ લીધી.અમિત શાહે કોંગ્રેસને પડકાર ફેક્યો કે મોદી શાસનના 7 વર્ષની તૂલના કોંગ્રેસના 70 વર્ષની સત્તા સાથે કરો, પીએમ મોદીનું (PM Modi) પલળું ભારે પડશે. તો ગાંધીનગર મનપામાં કોંગ્રેસની ભૂંડી હાર મુદ્દે પણ શાહે કટાક્ષ કર્યો હતો.

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ કહ્યું કે 2024ની ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ ચૂંટાશે.  પોતાના મતક્ષેત્રે ગાંધીનગરમાં વિકાસના કાર્યોના લોકાર્પણ સમયે શાહે મોદીના 20 વર્ષના શાસનની પ્રશંસા કરી. તેમણે પીએમ મોદીને વિશ્વના એકમાત્ર નેતા ગણાવ્યા જેમણે 20 વર્ષ પ્રજાની સેવામાં પસાર કર્યા હોય.

ગૃહપ્રધાન શાહે કહ્યું કે ગઈકાલે 7 ઓકટોબરના રોજ વડાપ્રધાન મોદીના સાર્વજનિક જીવનના 20 વર્ષ પૂર્ણ થયા. તેમણે કહ્યું આખી દુનિયામાં કોઈ એવો નેતા નથી જેણે 20 વર્ષ સુધી એકધારી ચૂંટણીઓ જીતી હોય અને 20 વર્ષ સુધી એકધારા લોકોની સેવા કરી હોય. તેમણે કહ્યું જ્યાં લોકતંત્ર નથી ત્યાં નેતા બદલવાનો છૂટકો જ નથી, પણ જ્યાં નેતા બદલવાની વ્યવસ્થા છે, ત્યાં એક પણ એવો દેશ નથી જ્યાં 20 વર્ષ સુધી કોઈ નેતાએ આવી લાંબી સેવા કરી હોય.

તેમણે કહ્યું નરેન્દ્ર મોદી 7 ઓક્ટોબરે સત્તામાં બેઠા હતા અને 7 ઓકટોબર 2021 ના આજે વડાપ્રધાન છે અને 2024માં પણ વડાપ્રધાન તરીકે ફરી ચૂંટણી જીતીને આવશે. આનું કારણ જણાવતા ગૃહપ્રધાન શાહે કહ્યું મનમાં સતત લોકસેવા નો ભેખ લઈને નીકળેલા વડાપ્રધાન મોદીને 20 વર્ષમાં કોઈ દિવસ રજા લીધી નથી. તેમણે કહ્યું જે કામ રહી ગયું હોય એની ચિંતા જ એમના મનમાં હોય છે.

આ પણ વાંચો : અમદાવાદ મનપાએ ત્રણ મહિનામાં 28 રિઝર્વ પ્લોટ પરથી દબાણો દૂર કરી પ્લોટ ખુલ્લા કર્યા

આ પણ વાંચો : અમદાવાદના એસ. જી. હાઇવે પરના બેન્કવેટ હોલમાં ગરબાના આયોજન પર પોલીસનું રેડ, ફરિયાદ દાખલ કરાઇ

Published on: Oct 09, 2021 07:25 AM