Vibrant Gujarat Summit 2022 : વાઇબ્રન્ટ ગુજરાત સમિટ રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ : ભૂપેન્દ્ર પટેલ

|

Nov 25, 2021 | 2:28 PM

ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ કહ્યું હતું કે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકયુ છે.

Vibrant Gujarat Summit 2022 : ગુજરાતના (Gujarat) સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)10મી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022(Vibrant Gujarat Summit 2022)માં રોકાણકારોને આકર્ષવા માટે આજે દિલ્હીમાં રોડ શો તેની શરૂઆત કરી છે. આ પ્રસંગે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ કહ્યું હતું કે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ આજે રોકાણકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની ચૂકયુ છે.

આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022 ના પ્રથમ રોડ શો ના પ્રારંભે નવીદિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક કરી દિવસ ની શરુઆત કરી હતી.મુખ્યમંત્રીએ આ અન્વયે મારુતિ સુઝુકી ઇંડિયા લિમિટેડ ના એમ.ડી અને સીઈઓ કેનીચી આયકાવા સાથે બેઠક કરી હતી.

મારૂતિ સુઝુકીના ગુજરાત પ્રોજેક્ટ્સ વિશે તેમણે મુખ્યમંત્રીને માહિતગાર કર્યા હતા.ગાંધીનગરમાં સેન્ટર ઓફ એકસલન્સ અને રાજ્યમાં હાલ મારૂતિ દ્વારા 16 હજાર કરોડના રોકાણની પણ વિગતો તેમણે મુખ્યમંત્રીને આપી હતી.

મુખ્યમંત્રીએ તેમને રાજ્ય સરકાર ના સંપૂર્ણ સહયોગ ની ખાતરી આપી હતી અને ખાસ કરીને સ્થાનિક રોજગારી માટે તેમના પ્રોજેક્ટ ઉપયોગી બને તેવો અનુરોધ કર્યો હતો. મુખ્યમંત્રી એ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતનું પણ આમંત્રણ આપ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આગામી વાયબ્રન્ટ સમિટની વિશેષતાઓ સાથો સાથ કોવિડ મહામારી બાદ બેઠા થતા વૌશ્વિક અર્થતંત્ર વચ્ચે ગુજરાતમાં ઉપલબ્ધ મૂડી રોકાણના નવીનતમ ક્ષેત્રો- ઉજળી સંભાવનાઓ સંદર્ભમાં આ ઊદ્યોગ-વેપાર અગ્રણીઓ સમક્ષ વિશદ વિચાર-વિમર્શ, રોડ-શૉ અને વન-ટુ-વન બેઠકમાં કરવાના છે

આ પણ વાંચો : જામનગરમાં મગફળીના ટેકા ભાવે વેચાણમાં ખેડુતોએ નિરસતા દાખવી, અનેક મુશ્કેલીઓ જવાબદાર

આ પણ વાંચો : અમદાવાદના દરિયાપુરમાં ટોરેન્ટ પાવરનું મેગા સર્ચ ઓપરેશન, ટીમ પર પથ્થરમારો કરાયો

Next Video