કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ 7 ઓક્ટોબરે ગુજરાત આવશે, બીજા નોરતે માણસામાં માતાના દર્શન કરશે

કેન્દ્રીય મંત્રી અમિત શાહ 7 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સપરિવાર ભાગ લેશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2021 | 11:25 PM

GANDHINAGAR : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ગુજરાત આવશે. આવતીકાલે 7 ઓક્ટોબરે રાત્રે અથવા શુક્રવારે સવારે અમિત શાહ ગુજરાત આવશે. ગાંધીનગર કોર્પોરેશનમાં જીત બાદ તેઓ પ્રથમવાર ગુજરાત આવી રહ્યા છે. બીજા નોરતાના દિવસે 8 ઓક્ટોબરે કલોલના કાર્યક્રમમાં હાજરી આપશે અને માણસા ખાતે માતાના દર્શને જશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દર નવરાત્રીમાં પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીની આરતીમાં હાજર રહે છે. આ વર્ષે પણ તેઓ નવરાત્રી દરમિયાન બહુચર માતાના મંદિરે આરતી કરશે.

કેન્દ્રીય મંત્રી અમિત શાહ 7 ઓક્ટોબરના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ પોતાના પૈતૃક ગામ માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન અને આરતીમાં સપરિવાર ભાગ લેશે. ગૃપ્રધાન અમિત શાહને માણસાના બહુચર માતા પર અપાર શ્રદ્ધા છે. આ જ કારણે તેઓ દર વર્ષે નવરાત્રી દરમિયાન સહપરિવાર માતાજીના દર્શન અને આરતી કરવા માટે આવે છે.

ગૃહપ્રધાન અમિત શાહને પોતાની રાજકીય કારકિર્દી શરૂ થયા પહેલાથી જ માણસાના આ મંદિર પર ખૂબ આસ્થા છે. આથી જ ભાજપના કાર્યકર, ધારાસભ્ય, રાજ્યના ગૃહ મંત્રી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હવે દેશના ગૃહમંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી બન્યા બાદ પણ તેઓ આ નવરાત્રીએ માતાજીના દર્શને આવી રહ્યા છે. અમિત શાહના પરિવાર દ્વારા આ મંદિરનો જીર્ણોદ્ધાર પણ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો : સરકારના નવરાત્રી મહોત્સવમાં નવ દિવસ પ્રખ્યાત ગાયકો ચાર ચાંદ લગાવશે, મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના હસ્તે થશે પ્રારંભ

આ પણ વાંચો : CM ભુપેન્દ્ર પટેલે દુબઈ એક્સ્પો-2020માં સંબોધન કર્યું, DHOLERA SIRને વિશ્વફલક પર રજૂ કર્યું, રોકાણકારોને આમંત્રણ આપ્યું

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">