સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ હાજરી આપશે
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં 31 ઓકટોબરના રોજ સવારે 8 થી 10 વાગ્યે હાજરી આપશે.ત્યારબાદ ગુહ મંત્રી અમિત શાહ 11 કલાકે કેવડિયાથી આણંદ જવા માટે રવાના થશે.
ગુજરાતમાં(Gujarat) સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)ખાતે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થવાની છે. આ ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ (Amit Shah) હાજરી આપશે. ગૃહપ્રધાન અમિત શાહ સવારે 8 થી 10 વાગ્યે હાજરી આપશે.ત્યારબાદ ગુહ મંત્રી અમિત શાહ 11 કલાકે કેવડિયાથી આણંદ જવા માટે રવાના થશે.
આણંદમાં તેઓ અમૂલ ડેરીની 75 વર્ષની ઉજવણીમાં હાજરી આપશે.અમૂલ ડેરી ખાતે ગૃહપ્રધાન અમિત શાહ ડો. કુરિયન સંગ્રહાલય તેમજ સરદાર પટેલ સભાગૃહનું લોકાર્પણ કરશે.આ કાર્યક્રમમાં પશુપાલન પ્રધાન પુરુષોત્તમ રૂપાલા પણ હાજર રહેશે.
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની હાજરીમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી(Statue Of Unity)ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ યોજાશે. 31મી ઓક્ટોબરે એકતા દિવસ છે અને દર વર્ષે કેવડીયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આ દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે.
આ પૂર્વે પીએમ મોદી એકતા દિવસની ઉજવણી માટે બે દિવસ કેવડિયા આવવાના હતા પરંતુ તેમનો વિદેશ પ્રવાસે હોવાથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવી રહ્યાં છે. જયારે ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ એકતા દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રી આણંદમાં અમૂલના 75 યર્સ ઓફ મિલ્ક એન્ડ પ્રોગ્રેસ નામના એક કાર્યક્રમમાં પણ હાજરી આપશે.
આ પણ વાંચો : ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ખેડૂતોને દિવાળી પૂર્વે અપાશે સિંચાઇ માટે પાણી