આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમીના પ્રકોપથી મળશે રાહત, હવામાન વિભાગે કરી આગાહી

| Edited By: | Updated on: Apr 07, 2022 | 7:39 AM

પવનોની દિશા બદલાતા અને પવનની ગતિ વધતા ગરમી (heat) થી આંશિક રાહત મળશે તોવું જણાવાયું છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે રાજ્યમાં હિટવેવની કોઈ આગાહી નથી પણ ત્રણ દિવસ બાદ ગરમીમાં ફરીથી વધારો થશે.

હવામાન વિભાગ (meteorological department) ની આગાહી પ્રમાણે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યમાં ગરમી (Heat) ના પ્રકોપથી મળશે આંશિક રાહત મળશે. તાપમામનમાં 3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. પવનોની દિશા બદલાતા અને પવનની ગતિ વધતા ગરમીથી આંશિક રાહત મળશે તોવું જણાવાયું છે. આ સાથે એમ પણ કહેવાયું છે કે રાજ્યમાં હિટવેવ (heatwave) ની કોઈ આગાહી નથી પણ ત્રણ દિવસ બાદ ગરમીમાં ફરીથી વધારો થશે.

અમદાવાદમાં સતત ત્રણ દિવસથી 42 ડિગ્રી કરતા વધારે ગરમી પડી રહી છે. આ ઉપરાંત વડોદરા, ભુજ, સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ટોર્ચર સતત લોકોને પરેશાન કરી રહ્યું છે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં કાળઝાળ ગરમીને પગલે બપોરે માર્ગો સૂમસામ બને છે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પાછલા એક અઠવાડિયાથી પ્રચંડ ગરમી પડી રહી છે.

હવામાન વિભાગે બનાસકાંઠા, પાટણ, કચ્છમાં બે દિવસ યલો એલર્ટની આગાહી કરી છે. એ જોતાં અહીં લોકોએ વધુ સાવચેત રહેવું પડશે. જોકે હવામાન વિભાગે એવું પણ કહ્યું છે કે આજથી લોકોને આકરી ગરમીમાંથી નજીવી પણ રાહત મળી શકે છે અને તાપમાનમાં 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચોઃ શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે જેને ગુજરાતના શિક્ષણમાં ખામી દેખાતી હોય તેણે સર્ટિફિકેટ લઈને બીજાં રાજ્યોમાં ચાલ્યા જવું જોઈએ!

આ પણ વાંચોઃ રોમાનિયામાં રશિયન એમ્બેસીના ગેટ સાથે કાર અથડાઈ, ભીષણ આગમાં ડ્રાઈવરનું મોત, જુઓ વીડિયો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો