Gandhinagar : ગુજરાતની 14 મી વિધાનસભાના અંતિમ સત્રનો આજથી પ્રારંભ, ચૂંટણી પહેલા આ વિધેયકો પર થશે ચર્ચા

|

Sep 21, 2022 | 7:47 AM

વિપક્ષ વિવિધ મુદ્દાઓ પર સરકારને (Gujarat Govt) ઘેરશે. તો વિપક્ષના આક્રમણને ખાળવા માટે ભાજપ ધારાસભ્યની એક બેઠક મળશે. જેમાં વિપક્ષના આક્રમણને ખાળવા વ્યૂહ રચના ઘડવામાં આવશે.

Gandhinagar : ગુજરાતની 14 મી વિધાનસભાના અંતિમ સત્રનો આજથી પ્રારંભ, ચૂંટણી પહેલા આ વિધેયકો પર થશે ચર્ચા
gujarat assembly monsoon session

Follow us on

આજથી ગુજરાતની 14મી વિધાનસભાનું 11મું અને અંતિમ સત્ર (Monsoon Session) યોજનાર છે. વિધાનસભા ચૂંટણી પહેલા (Gujarat Assembly election)  યોજાનાર આ સત્ર બે દિવસ સુધી ચાલશે. જેમાં કુલ સાત જેટલા સુધારા વિધેયક રજૂ કરાશે. પ્રથમ દિવસે કુલ 4 સુધારા વિધેયક રજૂ કરાશે, જ્યારે બીજી બેઠકમાં ત્રણ સુધારા વિધેયક રજૂ કરવામાં આવશે. સત્ર દરમિયાન ટૂંકી મુદતના પ્રશ્ન પણ પૂછવામાં આવશે.

ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે

બીજી તરફ વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થનારા વિધેયકોની વાત કરીએ તો ગૃહમાં ઢોર નિયંત્રણ બિલ રાજ્યપાલના (Governor) સંદેશા સાથે પરત કરવાની ગૃહમાં વિધાનસભા અધ્યક્ષ (Gujarat Assembly speaker)  જાહેરાત કરશે. ત્યાર બાદ ઢોર નિયંત્રણ બિલ પરત ખેંચવામા આવશે. આ ઉપરાંત ત્રણ સરકારી વિધાયકો પણ ગૃહમાં રજૂ થશે. ગુજરાત માલ અને સેવા વેરો સુધારા વિધેયક, ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ સુધારા વિધેયક અને ગુજરાત વિદ્યુત ઉદ્યોગ (પુનર્ગઠન અને નિયમન) વિધેયક ગૃહમાં રજૂ થશે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધેયક પણ ગૃહમાં રજૂ કરાશે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વિપક્ષ બેરોજગારી, મોંઘવારી, ડ્રગ્સ સહિતના વિવિધ મુદ્દાઓ પર સરકારને (Gujarat Govt) ઘેરશે. તો વિપક્ષના આક્રમણને ખાળવા માટે ભાજપ ધારાસભ્યની એક બેઠક મળશે. જેમાં વિપક્ષના આક્રમણને ખાળવા વ્યૂહ રચના ઘડવામાં આવશે.

Published On - 7:11 am, Wed, 21 September 22

Next Article