Gujarat માં તાપી પાર નર્મદા યોજના હાલ સ્થગિત રાખવામાં આવી : ઋષિકેશ પટેલ

|

Mar 29, 2022 | 6:10 PM

તાપી યોજના આદિવાસીઓની લાગણીઓને ધ્યાને રાખી મુલતવી રાખી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું. તેમજ લાગણીઓના નામે કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો પણ ઋષિકેશ પટેલે આક્ષેપ કર્યો હતો. તેમજ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓની લાગણીઓને ઉશ્કેરવાની કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.

Gujarat માં તાપી પાર નર્મદા યોજના હાલ સ્થગિત રાખવામાં આવી : ઋષિકેશ પટેલ
Gujarat Tapi Par Narmdada Project Hold (File Image)

Follow us on

ગુજરાતના(Gujarat)  આદિવાસી વિસ્તારમાં વિરોધ વંટોળ બનેલી તાપી પાર નર્મદા યોજના(Tapi Par Narmada Project)  હાલ સ્થગિત રાખવાની કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલે(Rushikesh Patel)  જણાવ્યું હતું. તેમજ આ અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર. પાટિલના નેતૃત્વમાં કેન્દ્રીય ગુહપ્રધાન અમિત શાહ, નાણાં મંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય સિંચાઇ મંત્રીની અધ્યક્ષતામાં ગુજરાતના આદિવાસી સાંસદો અને ધારાસભ્યોની બેઠક મળી હતી. જેની બાદ આ યોજનાને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેની સત્તાવાર જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે.આ ઉપરાંત આજે વિધાનસભા ગૃહમાં કોંગ્રેસે પાર તાપી યોજનાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસ ના ધારાસભ્ય અનંત પટેલ અને વિપક્ષ નેતા સુખરામ રાઠવાએ મુદ્દો ઉઠાવ્યો હતો. જેમાં રાઠવાએ ભાજપ સરકાર ભાગલાની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો તો, પાર તાપી યોજના આદિવાસીઓની લાગણીઓને ધ્યાને રાખી મુલતવી રાખી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.

ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને

તેમજ લાગણીઓના નામે કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો પણ ઋષિકેશ પટેલે આક્ષેપ કર્યો હતો. તેમજ અંબાજીથી ઉમરગામ સુધીના તમામ આદિવાસીઓની લાગણીઓને ઉશ્કેરવાની કોંગ્રેસે રાજનીતિ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો.આ ઉપરાંત આદિજાતિ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે આ કોંગ્રેસના સમયની યોજના છે. મંત્રી તરીકે અમે ખાતરી આપી હતી કે આ યોજના અમલી નહિ બને. અમે કોઈની જમીન લેવા માંગતા નથી. અમે ખાતરી આપી છે એ પ્રમાણે અમે કેન્દ્રીય નેતાઓને મળ્યા છીએ. ખૂબ લાંબી ચર્ચા બાદ નિર્ણય લેવાયો છે કે પાર તાપી યોજના અમલી નહિ બને તેને સ્થગિત કરવામાં આવે છે.

કોંગ્રેસને 2022 ચૂંટણીનો ભય લાગે છે

જ્યાં સુધી રાજ્ય સરકાર લીલી ઝંડી ન આપે ત્યાં સુધી તેને અમલી ન બનાવી શકાય. 500 કરોડની બજેટમાં જોગવાઈ એ વન બંધુ કલ્યાણ માટેની યોજના છે. અમે આદિવાસી વિસ્તારોમાં આ બજેટથી નાના મોટા ચેક ડેમ બનાવીશું. આદિવાસી સમાજના વિકાસ માટે અમે અનેક યોજનાઓ લાવ્યા છીએ. કોંગ્રેસ 2022ની ચૂંટણીને ધ્યાને રાખીને આવું બોલી રહી છે. કોંગ્રેસને 2022 ચૂંટણીનો ભય લાગે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આદિવાસી ધારાસભ્ય ગણપત વસાવાએ જણાવ્યું કે ગઈ કાલે કેન્દ્રીય નેતાઓને ગુજરાતના નેતાઓએ રજુઆત કરી હતી. આ સંદર્ભે ચર્ચા કરવા માટે ગઈ કાલે અમે દિલ્હી ગયા હતા. જ્યાં અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક થઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર સરકાર દ્વારા પાર તાપી રિવર લિંક પ્રોજેકટ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો હતો. કોંગ્રેસ નેતાઓ સ્વેત પત્ર બહાર પાડવાની વાત કરે છે પણ અમને અમારી સરકાર પર પૂરો ભરોસો છે.

આ પણ વાંચો :  Surat : મહિલા સફાઇ કામદારને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારનાર યુવકની એસઓજી પોલીસે ધરપકડ કરી

આ પણ વાંચો :  સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરીથી વધારો, જાણો ફરી સામાન્ય પ્રજા પર કેટલો બોજો પડશે

 

Next Article