ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન, કહ્યું “અત્યારે અમારું બહુમાન ન કરો!”

| Edited By: | Updated on: Sep 26, 2021 | 11:02 PM

થોડા દિવસ પહેલા તેમણે ગુજરાત ATS ની મુલાકાત લીધી હતી. આ નિવેદન ત્યારનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

GANDHINAGAR : ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની કેબીનેટમાં સૌથી યુવા મંત્રી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા તેમણે ગુજરાત ATS ની મુલાકાત લીધી હતી. આ નિવેદન ત્યારનું હોવાનું માનવામાં આવી રહ્યું છે.

પોતાના સંબોધનમાં હર્ષ સંઘવી જણાવી રહ્યા છે કે હજી અમારી ટર્મ શરૂ થઇ છે. નવી સરકારમાં પ્રધાન બન્યા અને તેમણે ગૃહવિભાગની જવાબદારી સોંપવામાં આવી છે એને હજી 7 દિવસ થયા છે. માટે હું એવું માનું છું કે આ 7 દિવસમાં હમણાં કોઈપણ પ્રકારના બહુમાન કરવાની જરૂર નથી. આગળ તેમણે કહ્યું, “જયારે અમારી જવાદારીનો અંત આવે અને ત્યારે તમને એવું લાગે કે તમારા દ્વારા સોંપવામાં આવેલા સમાજના કામો અમે સારી રીતે કાર્યા છે, તો ત્યારે બહુમાન કરજો,પણ હમણાં કોઈ પ્રકારના બહુમાન કરવાની જરૂર નથી.

20 સપ્ટેમ્બરે ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ આજે ATSની મુલાકાત લીધી હતી. ગૃહરાજ્ય પ્રધાન બન્યા બાદ હર્ષ સંઘવીની ATSની ઓફિસે આ પ્રથમ મુલાકાત હતી. મુલાકાત સમયે રાજ્યના DGP, ATSના IG સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું ગાર્ડ ઓફ ઓનરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહરાજ્યપ્રધાને ATSના હથિયારો અને વાહનો સહિતની બાબતો અંગે માહિતી મેળવી હતી.

આ પણ વાંચો : હરિધામ સોખડાના વારસદાર અંગે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીનું સંયુકત નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો :રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો