ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાથે સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગે મુલાકાત કરી, MSME ઉદ્યોગો સ્થાપવા અંગે ચર્ચા

|

Apr 12, 2022 | 8:40 PM

સિંગાપોર(Singapore) સ્થિત ફિનટેક કંપનીઓ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજી સેક્ટરમાં સહભાગીતા માટે ગિફટ સીટીમાં આવે તે અંગે પણ પરામર્શ આ બેઠકમાં થયો હતો. સિંગાપોર હાઇકમિશનરે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આગામી જુલાઇ-22  માં સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ગિફટ સિટીમાં કાર્યરત થઇ જશે.

ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ સાથે સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગે મુલાકાત કરી, MSME ઉદ્યોગો સ્થાપવા અંગે ચર્ચા
Gujarat CM Bhupendra Patel Meet Singapore High Commissioner

Follow us on

ગુજરાતના( Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની(CM Bhupendra Patel)  સૌજન્ય મુલાકાત સિંગાપોરના(Singapore)  હાઇકમિશનર સિમોન વોંગ અને સિંગાપોરના મુંબઇ સ્થિત કોન્સ્યુલેટ જનરલ ચિયોંગ મિંગ ફૂંગે સિંગાપોરના ડેલિગેશન સાથે ગાંધીનગરમાં લીધી હતી. સિંગાપોરના હાઇકમિશનર સિમોન વોંગ સાથેના પરામર્શમાં મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, સિંગાપોરમાં જમીનની અછતના કારણે ત્યાંના MSME એકમો પોતાની નવી ફેસેલિટીઝ માટે અન્ય દેશો તરફ વળ્યા છે. આવા MSME ગુજરાતમાં પ્રોડક્શન ફેસેલીટીઝ શરૂ કરે તો તેમને પોતાના ઉત્પાદનો મધ્યપૂર્વ અને આફ્રિકા જેવા વૈશ્વિક બજારો-ગ્લોબલ માર્કેટમાં સપ્લાય કરવામાં ઘણી મદદ મળશે સાથે ભારતના વિશાળ સ્થાનિક બજારમાં પણ વ્યાપક લાભ મળશે. ગુજરાતમાં સિંગાપોરના MSME એકમો અને અન્ય બિઝનેસ ડેવલપમેન્ટ માટે કોલોબરેશનની સાનુકૂળ તકો છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ગિફટ સિટીમાં કાર્યરત થઇ જશે

જેમાં સિંગાપોર સ્થિત ફિનટેક કંપનીઓ ફાયનાન્સિયલ અને ટેક્નોલોજી સેક્ટરમાં સહભાગીતા માટે ગિફટ સીટીમાં આવે તે અંગે પણ પરામર્શ આ બેઠકમાં થયો હતો. સિંગાપોર હાઇકમિશનરે આ અંગેની વધુ વિગતો આપતાં કહ્યું કે, આગામી જુલાઇ-22  માં સિંગાપોરનું ઇન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જ પણ ગિફટ સિટીમાં કાર્યરત થઇ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમ પણ જણાવ્યું કે, પીએમ  મોદીની પ્રેરણાથી હવે આત્મનિર્ભર ભારતનું વિઝન વૈશ્વિક આત્મનિર્ભરતા સુધીનું વ્યાપક વિઝન બની ગયું છે. ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના આવા વિઝનની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા સિંગાપોરના હાઇકમિશનરને સ્ટેચ્યુ ઓફ યુનિટિની મુલાકાત અવશ્ય લેવાનું પણ નિમંત્રણ પાઠવ્યું હતું.

ગુજરાતમાં અર્બન ઇન્ફ્રાસ્ટ્રકચર, રિયલ એસ્ટેટ, ટાઉનશીપ ડેવલપમેન્ટ, લોજિસ્ટીકસ અને વેરહાઉસીંગ ફેસેલીટીઝ ડેવલપમેન્ટમાં સિંગાપોરની આ ક્ષેત્રની તજજ્ઞ કંપનીઓ રોકાણ કરી શકે તે અંગે પણ આ બેઠકમાં ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી તેમજ ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા પણ આ મુલાકાત બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો :  Sabarkantha : હિંમતનગર હિંસા કેસના 9 આરોપીઓનું પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કોર્ટમાં રજૂ કર્યા

આ પણ વાંચો :  Kheda : વડતાલ ધામમાં 24 યુવકોએ સંસાર છોડી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

 

Published On - 8:36 pm, Tue, 12 April 22

Next Article