Gandhinagar : ઝડપથી રાહત કાર્ય માટે પ્રભારી સચિવને જામનગર પહોંચવા આદેશ

|

Sep 15, 2021 | 2:07 PM

જામનગર જિલ્લામાં બે દિવસ પડેલા ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ પાણી ઓસરતા હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ગુજરાત(Gujarat)ના જામનગર(Jamnagar)ના ભારે વરસાદ બાદ સર્જાયેલી તારાજીના પગલે રાજ્યના મુખ્ય સચિવે પ્રભારી સચિવને તાત્કાલિક જામનગર પહોંચવા આદેશ કર્યો છે. તેમજ લોકોને ઝડપથી રાહત મળી શકે તે પ્રકારના પ્રયાસો કરવા પણ તાકીદ કરી છે. જેમાં જામનગર જિલ્લામાં બે દિવસ પડેલા ભારે વરસાદથી અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે. તેમજ પાણી ઓસરતા હવે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સોમવારે જામનગર જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે પુર અને પાણી ભરાવવાથી અનેક જગ્યાએ તારાજીના દૃશ્યો સર્જાયા હતા તેમજ ભારે નુકસાની થઇ છે. આ નુકસાનીનું નિરીક્ષણ કરવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) જાત નિરીક્ષણ કરવા જામનગર પહોચ્યા હતા.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરના ધુંવાવ ગામ ખાતે જાત તપાસ કરી અને વરસાદી અસરનું નિરીક્ષણ કર્યું. મુખ્યપ્રધાને ધુંવાવની સરકારી શાળામાં ગામના આગેવાનો સાથે ચર્ચા કરી. નિરીક્ષણ બાદ જીલ્લા વહીવટી તંત્ર સાથે મુખ્ય પ્રધાને પટેલે બેઠક કરી હતી અને બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું.

મુખ્યપ્રધાન પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે જામનગર ગ્રામ્યમાં વરસાદને કારણે 4760 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યાં છે અને 144 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. મુખ્યપ્રધાને કહ્યું કે પ્રાથમિક નિરીક્ષણમાં 41 હજાર હેક્ટર જમીનને નુકસાન થયું હોવાનો અંદાજ છે. તેમણે કહ્યું સફાઈ, આરોગ્ય વગેરેની ટીમો બનાવીને તેમજ સર્વેની ટીમે અત્યારે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું કે 84 ગામોમાં વીજળી ગઈ છે એ 15 સપ્ટેમ્બર સાંજ સુધીમાં 100% પૂર્વવત થઇ જશે.

આ પણ વાંચો : અહીં શરૂ થશે પહેલી ખાનગી APMC, 600 ખેડૂતોનું જૂથ કરશે તેનું સંચાલન

આ પણ વાંચો : Gujarat ના નવા મંત્રીમંડળની પસંદગીમાં નો- રિપીટ થીયરી અમલમાં મુકાવાની શક્યતા

Published On - 2:07 pm, Wed, 15 September 21

Next Video