ગુજરાતના આ શહેરોમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, રાજ્ય સરકારે કરી આ વિશેષ વ્યવસ્થા

|

Apr 27, 2022 | 6:33 PM

રાજ્ય સરકારના (State Government) મહત્વના નિર્ણયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના ડેમમાં (Dam) નર્મદાનાં નીર પૂરા પડાશે. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદા નીર થકી બ્રહ્માણી-2 જળાશય ભરાશે.

ગુજરાતના આ શહેરોમાં નહીં સર્જાય પાણીની સમસ્યા, રાજ્ય સરકારે કરી આ વિશેષ વ્યવસ્થા
Symbolic image

Follow us on

ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં પીવા તેમજ સિંચાઈના પાણીની સમસ્યા (Water Crisis) ન સર્જાય તે માટે રાજ્ય સરકારે વિશેષ વ્યવસ્થા કરી છે. કેબિનેટ બેઠકમાં કચ્છના લખપત અને ભુજ ખાતે પાણી વ્યવસ્થા કરવા તેમજ ઘાસચારાની વ્યવસ્થા માટે સૂચના અપાઈ છે. ઉપરાંત બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં (Dantiwada Dam) નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય પણ લેવાયો છે. આ ઉપરાંત 31 મે સુધીમાં તળાવ અને કૂવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે પ્રવર્તમાન ઉનાળાની સિઝનમાં નાગરિકોને પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળી રહે, તેમજ મૂંગા અબોલ પશુઓને પણ ઘાસચારો તેમજ પાણી ઉપલબ્ધ બનાવવા માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તાર માટે 2075 MLD નર્મદાના પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. બ્રાહ્મણી-2 જળાશયમાં પાણીનું લેવલ ઘટતા તેમાંથી પાણીનો ઉપાડ 180 MLDથી ઘટીને 10થી 15 MLD થયેલ છે. જેના માટે રાજ્ય સરકારે બ્રાહ્મણી-2 જળાશયને નર્મદાના પાણીથી ભરવાનો નિર્ણય કર્યો છે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

રાજ્ય સરકારના મહત્વના નિર્ણયોની વાત કરીએ તો ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોના ડેમમાં નર્મદાના નીર પૂરા પડાશે. ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદા નીર થકી બ્રહ્માણી-2 જળાશય ભરાશે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી પૂરતું પાણી અપાશે. સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ જળસંગ્રહ શક્તિના કામો 31 મે સુધી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે.

આ માટે 25 એપ્રિલ-2022થી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં નર્મદાનું પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના થકી બ્રાહ્મણી-2 જળાશય ભરવામાં આવશે. એ જ રીતે કચ્છ જીલ્લા માટે પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એવા ટપ્પર જળાશયમાં પણ જરૂરિયાત જણાયે આગામી સમયમાં કચ્છ શાખા નહેર દ્વારા નર્મદાના પાણીથી ભરવાનું આયોજન છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં આવેલ દાંતીવાડા જળાશયને પણ નર્મદા મુખ્ય નહેર ઉપરના ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ભરવા માટેનું આયોજન છે. સીપુ જળાશય આધારિત ગામોને દાંતીવાડા જળાશય આધારિત યોજના સાથે જોડી દેવામાં આવેલ છે. આમ, દાંતીવાડા જળાશય ભરાતા સીપુ જળાશય આધારિત ગામોમાં પૂરતું પાણી મળી રહેશે.

જીતુ વાઘાણીએ જણાવ્યુ કે રાજ્યમાં પીવાના પાણીની ફરિયાદોના નિકાલ માટે રજૂઆત કરી શકાય તે માટે 24 કલાક ફ્રી હેલ્પલાઈન નંબર 1916 કાર્યરત છે. પીવાના પાણી સંદર્ભે જે પણ ફરિયાદો આવે તેનું અત્યંત સંવેદના સાથે નિરાકરણ કરવા મુખ્યમંત્રીએ સૂચનાઓ આપી છે. ગ્રામ્યકક્ષાએ પાણી સમિતિ વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ સાથે સંકલન કરીને કામગીરી કરાશે. સાથે જ મુંગા પશુઓને પણ પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે એ માટે મહેસૂલ વિભાગ દ્વારા પૂરતું આયોજન કરાયું છે. કચ્છ જિલ્લાના લખપત અને ભુજ તાલુકામાં ઘાસચારાની માગણી આવી છે, એ સંદર્ભે પુરતી વ્યવસ્થાઓ કરી છે તેમજ અન્ય જગ્યાએ જેમ જેમ માંગણી આવશે તેમ-તેમ ઘાસચારો પૂરો પાડવામાં આવશે.

આ પણ વાંચોઃ Kheda: ગોબલજ ગામમાં દલિતોને મંદિરમાં પ્રવેશ ન કરવાની ધમકી, 4 સામે એટ્રોસિટીની ફરિયાદ

આ પણ વાંચોઃ ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article