Monsoon 2023 : ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ દિવસથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. 19 સપ્ટેમ્બર 2023 સવારે 6 કલાકથી 20 સપ્ટેમ્બર 2023ના સવારે 6 કલાક સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર (Rain) થઇ છે. 33 જિલ્લાઓના 215 તાલુકામાં વરસાદ પડ્યો છે. વરસાદને કારણે જનજીવન ખોરવાયુ છે.
આ પણ વાંચો- Breaking News : વડોદરાના ડભોઇ તાલુકાના ભાલોદરા ગામે ઓરસંગ નદીમાં પૂર આવતા શાળાની છત થઈ ધરાશાયી
ગુજરાતમાં 24 કલાકના આંકડાની વાત કરીએ તો સૌથી વધુ લખપતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો કચ્છના રાપરમાં 5 ઇંચ, નખત્રાણા, માળીયાહાટીનામાં 4-4 ઇંચ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 4 ઇંચ, ટંકારા અને જામનગરમાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો હળવદ અને મોરબીમાં 3-3 ઇંચ વરસાદ ખાબક્યો છે.
પાદરામાં પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે. તો પોરબંદર, વાંકાનેર, વસુ, રાણાવાવ, થાનગઢ, બારડોલીમાં 2-2 ઇંચ વરસાદ નોંધાયો છે. કામરેજ અને અબડાસામાં પોણા બે ઇંચ વરસાદ વરસ્યો છે.
ગુજરાતમાં ચાલુ સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 144.80 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 117.38 ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં 94.27 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 87.23 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 94.56 ટકા જેટલો સરેરાશ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો