
અરબ સાગરમાં હાલ લો પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે, જેને કારણે મહારાષ્ટ્ર અને કોંકણના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, આ લો પ્રેશર સિસ્ટમ આગામી 24 કલાકમાં ડીપ્રેશનમાં ફેરવાઈ શકે છે.
આ હવામાનિક સ્થિતિને કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં 15 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે. જો કે, ગુજરાત માટે આ સિસ્ટમ કોઈ ગંભીર જોખમરૂપ નથી હોવાનું જણાવાયું છે. તેમછતાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે અને રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે.
જામનગર જિલ્લામાં વાવાઝોડાની આગાહીને પગલે વહીવટી તંત્રએ તમામ બોટોને દરિયામાંથી પરત બોલાવી હતી. કુલ 400 જેટલી બોટોને સુરક્ષિત રીતે બંદરે લાવવામાં આવી છે અને માછીમારી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
માછીમારો અને દરિયાકાંઠે વસતા લોકોને સાવચેત રહેવાની સૂચનાઓ આપવામાં આવી છે. ઉપરાંત, જૂનાગઢના માંગરોળ વિસ્તારમાં પણ ભારે વરસાદની આગાહી સંદર્ભે, મત્સ્ય ઉદ્યોગ નિયામક કચેરીએ 25 તારીખ સુધી દરિયામાં ન જવા માટેનો પરિપત્ર બહાર પાડ્યો છે. બોટ એસોસિએશન દ્વારા જણાવાયું છે કે હાલ મોટાભાગની બોટો પરત આવી ગઈ છે.
સુરત જિલ્લામાં ભારે પવન ફૂંકાતા કામરેજ વિસ્તારમાં એક વૃક્ષ કાર પર પડી ગયું હતું, જેને કારણે કારને નુકસાન થયું હતું. સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક રીતે વૃક્ષને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી છે.
પોરબંદરમાં પણ હવામાન વિભાગે ભારે પવનની આગાહી આપી છે. કોસ્ટગાર્ડ દ્વારા દરિયાકાંઠે રહેવાસીઓને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. માછીમારો સહિત તમામ જહાજોને તાત્કાલિક બંદરે પરત આવવા આદેશ આપવામાં આવ્યો છે અને દરિયામાં હાજર બોટોને પરત બોલાવવામાં આવી છે. નજીકના બંદર પર ખસી જવા માટે પણ સૂચના અપાઈ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, અરબ સાગરમાં સર્જાતું લો પ્રેશર આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. તેના પ્રભાવ આગામી દિવસોમાં પવનની ગતિ વધવાની સાથે સાથે ભારે વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યના નાગરિકોને સલામતીના ધોરણે સાવચે.
Published On - 5:30 pm, Fri, 23 May 25