Gandhinagar: વડાપ્રધાને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનો શુભારંભ કરાવ્યો, ભારતમાં આયુષ વિઝા શરુ કરવાની જાહેરાત કરી

|

Apr 20, 2022 | 3:15 PM

ભારતમાં ઔષધિઓનો (Herbs) ખજાનો હોવાનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) જણાવ્યુ. તેમણે કહ્યુ કે હિમાલય એના માટે જાણીતું છે. તે એક ગ્રિન ગોલ્ડ છે.

Gandhinagar: વડાપ્રધાને ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનો શુભારંભ કરાવ્યો, ભારતમાં આયુષ વિઝા શરુ કરવાની જાહેરાત કરી
PM inaugurates Global AYUSH Investment and Innovation Summit in Gandhinagar
Image Credit source: ANI

Follow us on

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (Prime Minister Narendra Modi) ગુજરાત પ્રવાસનો આજે ત્રીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગાંધીનગર (Gandhinagar) મહાત્મા મંદિરમાં ગ્લોબલ આયુષ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ ઈનોવેશન સમિટનો (Global AYUSH Investment and Innovation Summit) શુભારંભ કરાવ્યો છે. જેમાં તેમણે મોટી જાહેરાત કરી છે. વડાપ્રધાને જણાવ્યુ કે ભારતમાં હેલ્થ ટૂરિઝમ વધુ વિકસાવવા ખાસ આયુષ વિઝા કેટેગરી શરૂ કરાશે. ઔષધીની ગુણવત્તાને ‘આયુષ માર્ક’નો થપ્પો લાગશે. વડાપ્રધાન મોદીએ જાહેરાત કરતાં કહ્યું કે ભારત સરકાર આયુષ માર્ક બનાવવા જઈ રહી છે. ભારતમાં બનાવાયેલી ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ પર આ માર્ક લગાવવામાં આવશે. એટલું જ નહીં આયુષ પાર્ક બનાવવામાં આવશે. આયુષ સંશોધન અને વિશ્લેષણ માટે આયુષ પાર્ક બનશે.

 

ભારતમાં આયુષ વિઝા આપવાની શરુઆત થશે

ગાંધીનગરમાં આયુષ સમિટનું ઉદ્ઘાટન કરાવવા સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યુ તે ભારત નજીકના સમયમાં આયુષ વિઝા આપવાની શરૂઆત કરશે. જે વિદેશી નાગરિકો ભારત આવીને આયુષ સારવાર લેવા માગતા હોય તેમને આ વિઝા આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારતના સ્ટાર્ટઅપનો આજે સ્વર્ણિમ યુગ શરૂ થઈ ચૂક્યો છે. ચાલુ વર્ષે જ 14 સ્ટાર્ટઅપ યુનિકોર્ન ક્લબમાં જોડાઈ ચૂક્યા છે.

ભારતમાં હર્બલનો ખજાનો હોવાનું વડાપ્રધાને કહ્યુ કે હિમાલય એના માટે જાણીતું છે. તે એક ગ્રિન ગોલ્ડ છે. મેડિકલ પ્લાન્ટના ખેડૂતો માર્કેટ સાથે જોડાય તે માટે એક પોર્ટલનું કામ ચાલી રહ્યું છે. જેનાથી આયુષ પ્રોડક્ટ બનાવતી કંપનીઓને આયુષનું ઉત્પાદન કરતા ખેડૂતો સાથે જોડવામાં આવશે. વડાપ્રધાને કહ્યું કે 2014 પહેલા આયુષ સેક્ટરમાં 3 બિલિયન ડૉલર કરતા ઓછું કામ હતું. જે 18 બિલિયન ડૉલરને પાર કરી ગયું છે.

કેન્યાના રાષ્ટ્રપતિની આયુર્વેદથી સારવારનું ઉદાહરણ આપ્યુ

વડાપ્રધાન મોદીએ કહ્યું કે હું કેન્યાના રાષ્ટ્રપતિ રાયલા એડિંગા અને તેની દીકરી રોઝ મોરીને યાદ કરવા માગુ છું. મોદીએ તેમને ગુજરાતમાં આ સમિટમાં હાજર રહેવા બદલ આવકાર આપ્યો હતો. પીએમ મોદીએ તેમની સાથેની વિગતો જણાવી હતી. પીએમ મોદીએ કહ્યું કે રોઝ મોરીના પિતાજી એડિંગા મારા ખૂબ સારા મિત્ર છે. એક વખત દિલ્હીમાં તેમણે મને જણાવ્યું હતું કે રોઝ મેરીની જીંદગીમાં મુસિબત આવી હતી, તેની આંખમાં સર્જરી થઈ હતી, જેમાં તેની દૃષ્ટિ જતી રહી હતી. તેમના પિતા અડિંગાએ વિશ્વના મોટામાં મોટા મેડિકલ સંસ્થાનોમાં ઉપચાર કરાવ્યા, પણ સફળતા ન મળી, અંતે ભારતમાં આયુર્વેદના ઉપચારથી સફળતા મળી, રોઝ મેરીની આંખોમાં દૃષ્ટિ પાછી આવી ગઈ.

બીજા દેશો સાથે 50થી વધુ MOU કર્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુ કે બીજા દેશો સાથે આયુષ ઔષધીઓની પરસ્પર માન્યતા પર બળ આપ્યું છે. અલગ અલગ દેશો સાથે 50થી વધુ એમઓયુ કર્યા છે. આપણા એક્સપર્ટ ISO માર્ક મળે તેવા ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે જેથી આયુષ ઉત્પાદનોનું વિશાળ બજાર બનશે.

મેડિસિન પ્લાન્ટના ખેડૂતોને કંપનીઓ સાથે જોડાશે

વડાપ્રધાને જણાવ્યુ કે આયુષના ક્ષેત્રમાં રોજગાર વધારવાના સ્કોપ છે. આવા પ્લાન્ટનું બજાર અત્યારે લીમિટેડ છે. હવે જરૂરી છે કે આવા પ્લાન્ટના ખેડૂતોને સહેલાઈથી બજાર મળે, આ માટે આયુષ ઇ-માર્કેટ માટે કામ કરી રહી છે. મેડિસિન પ્લાન્ટના ખેડૂતોને એવી કંપની સાથે જોડાશે જે આયુષ પ્રોડ્કટ બનાવે છે.

આ પણ વાંચો-વડાપ્રધાન મોદીએ WHOના ડાયરેક્ટરનું ગુજરાતી નામકરણ કર્યુ, તેમનું હુલામણું નામ ‘તુલસીભાઈ’ રાખી દીધુ

આ પણ વાંચો-Gandhinagar: ભાજપના ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ આવતીકાલથી 2 દિવસના પ્રવાસે ગુજરાત આવશે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Article