અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસશે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસની કરી આગાહી

|

Aug 02, 2022 | 4:04 PM

રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે. થોડા દિવસ વિરામ લીધા બાદ હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે.

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ વરસશે, હવામાન વિભાગે આગામી પાંચ દિવસની કરી આગાહી
હવામાન વિભાગે કરી વરસાદની આગાહી

Follow us on

ગુજરાતમાં વરસાદે થોડા દિવસથી વિરામ લીધો છે. રાજયમાં કેટલાક વિસ્તારમાં છુટો છવાયો વરસાદ (Rain) વરસી રહ્યો છે. જેના કારણે વાતાવરણમાં બફારાનો પણ અનુભવ થઇ રહ્યો છે. અમદાવાદ (Ahmedabad) અને ગાંધીનગરમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધ્યુ છે. ત્યારે હવે હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇને પાંચ દિવસની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસમાં રાજ્યમાં વરસાદ પડશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પાંચ દિવસ સામાન્ય વરસાદ વરસવાની આગાહી છે.

6 ઓગસ્ટથી વરસાદનું જોર વધશે

રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે. થોડા દિવસ વિરામ લીધા બાદ હવે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદ પડવાની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra)અને કચ્છમાં વરસાદનું જોર વધુ રહેશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલથી વરસાદ પડશે. 6 ઓગસ્ટથી વરસાદનું જોર વધવાની આગાહી પણ કરવામાં આવી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આખો મહિનો વરસાદી માહોલ છવાયેલો રહેશે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહેવાની આગાહી છે. જેના પગલે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મળશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

કેવુ રહેશે હવામાન ?

હવામાન વિભાગની માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે અમુક શહેરોમાં એક થી બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે.જો આજના હવામાનની વિગતવાર વાત કરીએ તો 2 ઓગસ્ટ એ અમદાવાદમાંન્યૂનતમ તાપમાન 27 અને મહતમ તાપમાન 34 રહેશે. તેમજ દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ રહેશે.તો અમરેલીમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 33 રહેશે.તેમજ 72 ટકા ભેજવાળુ વાતાવરણ રહેશે.

Next Article