Gujarat સરકાર અને એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ વચ્ચે MoU થયા, યુવાનો માટે રોજગારીની તકો વધશે

|

Jun 02, 2022 | 7:47 PM

ગુજરાત(Gujarat) સરકાર સાથે કરેલા આ MoU અંતર્ગત એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઝ સાથે ટાઇ અપ કરીને ITES સેક્ટરમાં પ્રતિભાવાન યુવાઓ માટે વધુ રોજગાર સર્જન માટે કેરિયર કાઉન્સેલીંગ કરશે.

Gujarat સરકાર અને  એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ  વચ્ચે MoU થયા, યુવાનો માટે રોજગારીની તકો વધશે
Gujarat Government Mou With Analytics Business Solutions

Follow us on

ગુજરાતના (Gujarat) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની(Cm Bhupendra Patel) ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેક્નોલોજી વિભાગ (Science And Technology) અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ ઇન્ડીયા પ્રાયવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU કરવામાં આવ્યા છે. આ MoU અન્વયે આગામી પાંચ વર્ષમાં રૂપિયા 250 કરોડના સુચિત રોકાણ સાથે એનાલિટીકસ સોલ્યુશન્સ રાજ્યમાં 1500 થી 2 હજાર જેટલા યુવાઓને IT અને ITES સેક્ટરમાં કૌશલ્યવર્ધનથી રોજગાર અવસર ઉપલબ્ધ કરાવશે

તાજેતરમાં IT અને ITES પોલિસી 2022-27 જાહેર કરી

રાજ્ય સરકારે તાજેતરમાં IT અને ITES પોલિસી 2022-27 જાહેર કરી છે. આ પોલિસીનો હેતુ રાજ્યમાં આ બંને ક્ષેત્રોમાં યુવાશક્તિના કૌશલ્યને નિખાર આપી રોજગારી તથા નાના મોટા MSME દ્વારા આત્મનિર્ભર બનાવવાનો છે. એટલું જ નહિ, એકાઉન્ટીંગ એન્ડ ફાયનાન્સ, હેલ્થકેર, એવી એન્ડ ઇ.એસ.એસ, એચ.આર, ડેટા મેનેજમેન્ટ સર્વિસીસ જેવા ક્ષેત્રોમાં IT અને ITESનો મહત્તમ ઉપયોગ કરવામાં આપણે આ નવી પોલિસીમાં પ્રોત્સાહનો જાહેર થયેલા છે.

આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બનશે

ગુજરાત સરકાર સાથે કરેલા આ MoU અંતર્ગત એનાલીટીકસ બિઝનેસ સોલ્યુશન્સ રાજ્યની અગ્રણી યુનિવર્સિટીઝ સાથે ટાઇ અપ કરીને ITES સેક્ટરમાં પ્રતિભાવાન યુવાઓ માટે વધુ રોજગાર સર્જન માટે કેરિયર કાઉન્સેલીંગ કરશે. આ MoU 21મી સદીમાં ગુજરાતે આઉટ સોર્સીંગ અને નોલેજનું મોટું હબ બનાવી આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતના નિર્માણની દિશામાં મહત્વપૂર્ણ બનશે

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ

રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી મંત્રી જીતુભાઈ વાઘાણી ,શિક્ષણ રાજ્ય મંત્રી કુબેરભાઈ ડીન્ડોર,મુખ્યમંત્રી ના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને કંપની ના એમ.ડી સતીષ પટેલની ઉપસ્થિતીમાં આ MoU પર રાજ્ય સરકારના સાયન્સ-ટેક્નોલોજી સચિવ વિજય નહેરા એ અને એનાલિટીકસ બિઝનેસ સોલ્યુશન્સ વતી કંન્ટ્રીહેડ અને પ્રેસિડેન્ટ રાજીવ ભાટિયાએ હસ્તાક્ષર કર્યા હતા

(With Input Kinjal Mishra) 

Published On - 7:43 pm, Thu, 2 June 22

Next Article