શિક્ષણ મોડલ એ ગત સમયની ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન મહત્વનો મુદ્દો હતો, જેમાં શિક્ષણના મુદ્દે રાજકીય યુદ્ધ થયું હતું. જોકે ફરી લાંબા સમય બાદ આ મુદ્દો સામે આવ્યો છે. આજે જ્યારે વિધાનસભા સત્રનો છેલ્લો દિવસ હતો ત્યારે અંતિમ દિવસે ગૃહમાં શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો ઉછળ્યો હતો. હાલમાં એક તરફ શિક્ષણ મેળવી બી.એડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓ બેરોજગાર છે તો બીજી તરફ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી રહેતા વિપક્ષ સવાલો કરી રહ્યું છે.
વિધાન સભા સત્રનો આજે અંતિમ દિવસ હતો, ત્યારે અંતિમ દિવસે ગૃહમાં શિક્ષણ ક્ષેત્રે મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને શિક્ષકોની ખાલી જગ્યાનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. હાલ ગુજરાતમાં મોટી સંખ્યામાં યુવાનો બેરોજગારીમાં પોતાનું જીવન વિતાવી રહ્યા છે ત્યારે એક બાજુ બીએડ અને પીટીસી થયેલા યુવક –યુવતીઓને નોકરી મળતી નથી તો બીજી બાજુ રાજ્યની શાળાઓમાં 32 હજારથી વધુ શિક્ષકો અને આચાર્યની જગ્યા ખાલી પડી છે. જે શિક્ષણની ગુણવતા સામે સવાલો ઉભા કરે તેમ છે.
આ પણ વાંચો : સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ, સીએમએ કહ્યું ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો
શિક્ષકોની ભરતીના મુદ્દો ગૃહમાં ગૂંજ્યો હતો અને રજૂઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, શિક્ષકોની ભરતી ન થતાં ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ પર વિપરિત અસર થાય છે. એક જ શિક્ષક તમામ વિષયો ભણાવે તો શિક્ષણની ગુણવતામાં પણ વતા ઓછા ફેરફારો થઈ શકે છે આની સામે જો શાળામાં શિક્ષકોની માત્ર વિધ્યાર્થીઓની જરૂરિયાત અનુસાર રાખવામાં આવે તો બાળકોને સારું એવું ભણતર પૂરું પાડી શકાય તેમ છે.
રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા હોવાથી શિક્ષકોની ઘટને લઈને બાળકો અભ્યાસનું નુકસાન વેઠી રહ્યાં છે. હજારો શિક્ષકોની ખાલી જગ્યાઓ હોવાને કારણે મજબુરીમાં રાજ્યના વિદ્યાર્થીઓ મબલક રૂપિયાના ટયુશન ફી ભરીને આ અભ્યાસ કરી રહ્યા છે. બીજી તરફ શિક્ષક માટે લાયકાત ધરાવતા યુવક યુવતીઓ બેકાર છે.
ગૃહમાં આ મુદો ઉઠાવતા સરકાર પર પ્રશ્નો થયા હતા કે કેમ જગ્યાઓ ખાલી હોવા છતાં રાજ્ય સરકાર સમયસર ભરતી કરતી નથી જોકે હાલ સમગ્ર રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,674 જગ્યાઓ ખાલીપડી છે, રાજ્યમાં ગુજરાતી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે, રાજ્યમાં અંગ્રેજી માધ્યમની સરકારી શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની 32,213 જગ્યાઓ ખાલી છે, રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 3,552 આચાર્યની જગ્યાઓ ખાલી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…