Monsoon 2023 : હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક નાઉ કાસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે.
તો આગામી થોડા કલાકો 40 કિલોમીટર ઝડપે પવન ફુંકાઈ શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા,મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, કચ્છ, અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે વરસાદ રહેશે.
તેમજ ભાવનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, અરવલ્લી, મહીસાગર, આણંદ, ખેડા, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, વડોદરા, સુરત, ભરૂચ, નર્મદા, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો બીજી તરફ છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ,પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તો આ તરફ આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે.
ચોમાસાની શરુઆતથી જ રાજ્યમાં મેઘરાજા જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ ખાબક્યો છે. તે વચ્ચે કચ્છમાં અત્યાર સુધી સીઝનનો 94 ટકા વરસાદ વરસ્યો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યાર સુધી 28 ટકા વરસાદ વરસ્યો છે. તો આ તરફ મધ્ય ગુજરાતમાં 25 ટકા વરસાદ પડ્યો છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 36 ટકા વરસાદ વરસ્યો છે.
જુલાઇ મહિનામાં વરસાદે હવે જમાવટ કરી છે. તો બનાસકાંઠા જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. અમીરગઢ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ઇકબાલગઢ વિસ્તારમાં વરસાદ બાદ દોઢ ઇંચ સુધી પાણી ભરાઇ ગયા હતા. ચારેય તરફ માર્ગો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાઇ જતા ખેડૂતોએ વાવેલા મગફળીના પાકમાં નુકસાન થવાની ભીતિ સર્જાઇ છે. જિલ્લામાં ધોધમાર વરસાદ થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે. લોકોને ગરમી અને બફારામાંથી પણ રાહત મળી છે.
Published On - 9:01 am, Fri, 7 July 23