ગુજરાત સરકારે કરાર આધારિત કર્મચારીઓને લગતો મોટો નિર્ણય લીધો

|

Nov 11, 2021 | 7:06 PM

ગુજરાત સરકારે આદેશ આપ્યો છે કે તમામ વિભાગોએ દર ત્રણ મહિનામાં નિવૃતિ બાદની કરાર આધારિત નિમણૂકો અંગે સામાન્ય વહીવટને જાણ કરવાની રહેશે.

ગુજરાત(Gujarat)સરકારે ટેક્નિકલ-નોન ટેક્નિકલ જગ્યાઓ પર કરાર આધારિત(Contract Based)કામ કરતા કર્મચારીઓને(Employees)લઈને મોટો નિર્ણય લીધો છે. જેમાં પૂર્વ મંજૂરી(Withoot Permission)વગરના કિસ્સાઓમાં નિવૃત્ત અધિકારીઓની કરાર આધારિત નિમણૂકોને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે.

રાજય સરકારના તમામ વિભાગો, બોર્ડ-કોર્પોરેશન, ગ્રાન્ટ ઈન એઈડ સંસ્થાઓ, સરકારી સહાય લેતી સંસ્થાઓ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

આ અંગે સરકારે આદેશ આપ્યો છે કે, તમામ વિભાગોએ દર ત્રણ મહિનામાં નિવૃતિ બાદની કરાર આધારિત નિમણૂકો અંગે સામાન્ય વહીવટને જાણ કરવાની રહેશે. આ નિર્ણયનો અમલ કરવા જે તે સંસ્થા, વિભાગોના વડાની જવાબદારી પણ નક્કી થશે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, બીજો ડોઝ નહિ લીધેલા લોકોને આ સ્થળે નહિ મળે પ્રવેશ

આ પણ વાંચો : અમદાવાદમાં કોરોનાના કેસમાં ઉછાળા બાદ આરોગ્યતંત્ર જાગ્યું, શહેરના એન્ટ્રી પોઇન્ટ પર ટેસ્ટિંગ શરૂ કરાશે

Next Video