ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા

|

Dec 12, 2021 | 8:10 PM

12 ડિસેમ્બરના રોજ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. જે શનિવારે નોંધાયેલા 71 કેસ કરતાં ઓછા છે

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા
File Image

Follow us on

ગુજરાતમાં(Gujarat)કોરોનાના(Corona)કેસમાં વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં 12 ડિસેમ્બરના રોજ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 56 કેસ નોંધાયા છે. જે શનિવારે નોંધાયેલા 71 કેસ કરતાં ઓછા છે. જેમાં રાજ્યમાં હાલ કોરોના એક્ટિવ કેસની સંખ્યા 548એ પહોંચી છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 32 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.જેની સાથે જ રાજ્યનો રિકવરી રેટ વધીને 98.71 ટકાએ પહોંચ્યો છે.

જેમાં જો કોરોનાના કેસોની વાત કરીએ તો વડોદરામાં 14, અમદાવાદમાં 10, સુરતમાં 08, જામનગરમાં 04, કચ્છમાં 04, વલસાડમાં 03, અમરેલીમાં 02, નવસારીમાં 02, આણંદમાં 01, ભાવનગરમાં 01, ડાંગમાં 01, ગાંધીનગરમાં 01, ખેડામાં 01, મહેસાણામાં 01, નર્મદામાં 01, રાજકોટમાં 01 અને સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. જયારે રાજ્યમાં કોરોનાથી એક પણ મૃત્યુ થયું નથી.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

આ ઉપરાંત ઓમિક્રોનની દહેશત વચ્ચે વિશ્વભરમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે ત્યારે ગુજરાતમાં પણ ત્રીજી લહેરની તડામાર તૈયારી થઈ રહી છે..તાપી રાજકોટ અમદાવાદ જસદણ ગાંધીનગર જેવા જિલ્લાઓ અને તાલુકાઓમાં ત્રીજી લહેર માટેની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.. રાજકોટ અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરમાં ઓમિક્રોનના વેરિએન્ટના કેસ માટે અલગ વોર્ડ બનાવવામાં આવ્યા છે.

જેમાં વેન્ટીલેટર અને અન્ય તમામ સુવિધા ઉભી કરવામાં આવી છે સાથે જ તાપી જિલ્લો અને જસદણ જેવા તાલુકાઓમાં RTPCR લેબ અને ઓક્સિજન પ્લાન ઉભા કરવામાં આવ્યા છે જેના પગેલે ઓક્સિજનની અછત રહે નહીં… દર્દીઓને હાલાકીનો સામનો ન કરવો પડે તે અને બેડની અછત ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા પૂરતા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો : ગુજરાતના આણંદ ખાતે યોજાશે પ્રિ-વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2021

આ પણ વાંચો :  ગુજરાતના સીએમ બે દિવસ વારાણસી-કાશીમાં, 13-14 ડિસેમ્બરે નાગરિકોને નહિ મળી શકે

Published On - 8:02 pm, Sun, 12 December 21

Next Article