Land Grabing Act: લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગાંધીનગર (Gandhinagar) જિલ્લામાં 11 ગુના દાખલ કરવામાં આવ્યા છે. કલેક્ટર(Collector Office) કચેરીએ કુલ 138 અરજીઓ મળેલી છે જેમાંથી 18 અરજીઓમાં ગુના દાખલ કરવા માટે તંત્રએ મંજૂરી આપી છે.
મળેલી 138માંથી 105 અરજીઓ પર હજુ કામગીરી ચાલી રહી છે જોકે વહીવટી તંત્રની કામગીરી સામે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોની ફરિયાદ છે કે તંત્ર ગોકળ ગાયની ગતિએ કામ કરી રહ્યું છે.
જમીન હડપવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલા ભૂમાફિયાઓને બક્ષવામાં નહીં આવે તેમ વારંવાર કહેવામાં આવે છે. અમદાવાદમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળની કમીટી દ્રારા કાર્યવાહી કરવામાં આવશેની ખાતરી આપવામાં આવી છે. જિલ્લાના ૮૦ ભુમાફીયાઓ સામે ફોજદારી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કુખ્યાત ભૂ માફિયાઓ સામે કુલ 19 FIR કરવામાં આવશે અને ૫,૬૭,૬૫૯ ચોરસ મીટર જમીન તેમના સકંજામાંથી મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે જમીન પચાવી પડવાના પ્રતિબંધના કાયદા ૨૦૨૦ અંતર્ગત કાયદેસરની બીજાની માલિકીની જમીન, મિલકત બળજબરીથી, આર્થિક ઉપાર્જન મેળવવા, કપટ કરી, ફ્રોડ કરી, ધાક ધમકી આપી પચાવી પાડનાર સામે ફોજદારી પગલાં લેવાની અને ગુનો સાબિત થયે 10 થી 14 વર્ષ જેલની સજાની જોગવાઈ છે