હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત મળશે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે : હવામાન વિભાગ

|

Apr 11, 2022 | 7:40 PM

અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે તેવું (IMD)હવામાન વિભાગનું કહેવું છે.

હવામાં ભેજનું પ્રમાણ વધતા ગરમીમાં આંશિક રાહત મળશે, આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે : હવામાન વિભાગ
Increasing humidity will provide partial relief from heat: Meteorological Department

Follow us on

ગરમીને લઈ હાલ ગુજરાત (Gujarat) માટે થોડા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવે લોકોને ગરમીનો (Heatwave) સામનો નહીં કરવો પડે. કારણકે હવામાં ભેજ વધતા ગરમીના તાપમાનમાં આંશિક રાહત મળશે તેવી હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે. હવામાં ભેજ વધતા અને ગરમીમાં સામાન્ય ઘટાડો થતા લોકોને હાલ તાપમાનમાં રાહત મળી રહી છે. અરબી સમુદ્ર તરફથી પવન ફૂંકાતા ભેજનું પ્રમાણ વધ્યું હોવાથી લોકોને ગરમીમાં વધુ નહીં શેકાવું પડે. આગામી ત્રણ દિવસ તાપમાન યથાવત્ રહેશે તેવું હવામાન વિભાગનું કહેવું છે. કેટલાક શહેરોમાં 41 ડીગ્રી આસપાસ તાપમાન રહેવાની શકયતા છે. જયારે ત્રણ દિવસ બાદ 2 ડિગ્રી જેટલું તાપમાન વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ગુજરાતમાં આજે ગરમીમાં આંશિક રાહત મળી

રાજ્યમાં આજે મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 38 ડિગ્રીથી 42 ડિગ્રી સુધી રહ્યો હતો. જેમાં રાજકોટમાં સૌથી વધારે ગરમી 41. 6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે વેરાવળમાં સૌથી ઓછું 32. 6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 40. 7 ડિગ્રી, વડોદરા 40. 1 ડિગ્રી, ભુજ 39. 7 ડિગ્રી, ભાવનગર 39. 5, ગાંધીનગર 39. 8 ડિગ્રી, રાજકોટ 41. 6 ડિગ્રી, જુનાગઢ 41. 0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ 10 થી 15 એપ્રિલ સુધી તાપમાનમાં કોઇ ફેરફાર થવાની શકયતા નથી. તેમજ ગરમીમાં પણ ઘટાડો થવાની શક્યતા છે. તેમજ તાપમાન 40 ડિગ્રીની આસપાસ સ્થિર રહે તેવી શક્યતા છે. તેમજ આગામી પાંચ દિવસ હીટવેવની કોઇ આગાહી નથી.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

હવામાન વિભાગની અપીલ

મહત્વનું છે કે પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ઉંચો રહેશે. લોકોને બપોરના 12થી 4 દરમિયાન કામ વગક ઘર બહાર ના નિકળવાની અપીલ કરવામાં આવી છે. તો શરીરને સનસ્ટ્રોક અને ડીહાઈડ્રેશનથી બચાવવા ભરપૂર માત્રામાં લીંબુપાણી પીવાના સુચન કરાયા છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણામાં ગરમી વધશે..જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ કાળઝાળ ગરમી પડશે.તો બીજી તરફ હિટવેવની આગાહીને પગલે લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

આ પણ વાંચો :Anand: જૂથ અથડામણ કેસમાં પોલીસે બંને જૂથ સામે ફરિયાદ નોંધતા સાંસદ મિતેષ પટેલ નારાજ, કહ્યુ- માત્ર પથ્થરમારો કરનારા સામે પોલીસ ફરિયાદ દાખલ કરો

Ahmedabad: આરટીઓના હેડ કેશિયરે ચાલાકી પૂર્વક કરી 1.83 કરોડની ઉચાપત, ઓડિટમાં સમગ્ર મામલો સામે આવતા ફરિયાદ નોંધાઇ

Next Article