મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વધારો

|

Feb 02, 2022 | 5:16 PM

આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ઘ્ઘતિથી અમલીકરણ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરવાનો જે નિર્ણય કર્યો છે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, રાજ્યના વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં 1લી જાન્યુઆરી 2022થી વધારો
સસ્તા અનાજની દુકાન (ફાઇલ)

Follow us on

ઘઉં-ચોખા, તુવેરદાળ, ખાંડ, મીઠું અને ખાદ્યતેલના વેચાણ પર વ્યાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશન દરમાં રૂ. 1.92થી લઇને રૂ. 125 સુધીનો વધારો કરાયો

 

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) રાજ્યમાં વ્યાજબી ભાવની દુકાનોના સંચાલકો એટલે કે પંડિત દીન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના (Pandit Deen Dayal Upadhyay Consumer Store) સંચાલકોને આપવામાં આવતા કમિશનના દરમાં તા. 1લી જાન્યુઆરી 2022થી અમલમાં આવે તે રીતે વધારો કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજ્ય સરકારના પ્રવક્તા અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની ભૂમિકા આપતા જણાવ્યું કે, રાજ્યના વાજબી ભાવના દુકાન સંચાલકોના એસોસીએશન તથા વિવિધ પદાધિકારીઓ તરફથી વખતોવખત કમિશન વધારો કરવાની મળેલ રજુઆતના અનુસંધાને મુખ્યમંત્રીએ સકારાત્મક દૃષ્ટીએ વિચારણા કરીને આ કમિશનમાં વધારો કરી આપીને દુકાન સંચાલકોની પોષણક્ષમતામાં વૃદ્ધિનો અભિગમ અપનાવ્યો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

તેમણે કહ્યું કે, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોના વિભાગ મારફતે રાજ્યમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ તથા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા અંર્તગત રાજયના હાલ કુલ 70 લાખ રેશનકાર્ડધારકો અને 3 કરોડ 45 લાખ જનસંખ્યાને દર માસે આશરે 17000 થી વધુ વાજબી ભાવની દુકાનો મારફતે આધાર બેઇઝડ આધારિત વિતરણ પધ્ધતિથી ઘઉં, ચોખા, તુવેરદાળ, ખાંડ, આયોડાઇઝડ મીંઠુ અને વર્ષમાં બે વખત રીફાઇન્ડ કપાસિયા તેલનું વિતરણ કરવામાં આવે છે.

આ વિતરણ વ્યવસ્થાનું રાજ્ય સરકાર દ્વારા NIC દ્વારા વિકસાવેલ સોફટ્વેર મારફ્તે સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ્ડ ૫ઘ્ઘતિથી અમલીકરણ થાય છે, તેમ તેમણે ઉમેર્યું હતું. પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે, મુખ્યમંત્રીએ વાજબી ભાવના દુકાન સંચાલકોના કમિશનમાં વધારો કરવાનો જે નિર્ણય કર્યો છે તદ્અનુસાર :

• ઘઉં/ ચોખામાં પ્રતિ કિવ. મળતા હાલના કમિશનમાં રૂ.42/-નો વધારો કરીને હવે રૂ. 150/- પ્રતિ કિવ. કમિશન આપશે.
• તુવેરદાળમાં પ્રતિ પાઉચ/કિલો હાલના કમિશનમાં રૂ.1.92 /-નો વઘારો કરતાં હવે રૂ.3/- પ્રતિ પાઉચ/કિલો કમિશન મળશે.
• ખાંડમાં પ્રતિ કિવ. હાલના કમિશનને ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.90/-નો વધારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળતું થશે.
• મીઠામાં પ્રતિ કિવ. હાલના કમિશનને પણ ઘઉં/ચોખાના કમિશન દર મુજબ સમાન દરે લાવવા માટે રૂ.125/-નો વધારો કરતાં હવે રૂ.150/- પ્રતિ કિવ. કમિશન મળશે.
• ખાઘતેલમાં પ્રતિ પાઉચ/ લીટર હાલના કમિશનમાં રૂ.2/-નો વઘારો કરતાં હવે રૂ.5/- પ્રતિ પાઉચ/ લીટર કમિશન મળશે.

મંત્રી જીતુ વાઘાણીએ વધુમાં ઉમેર્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકારે વ્યાજબી ભાવના દુકાનદારોના લાંબા સમયથી ૫ડતર પ્રશ્નોનો સુખદ ઉકેલ લાવી દીધો છે. તેમણે કહ્યું કે, રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે ચાલુ વર્ષનો સંભવિત ખર્ચ રૂ.31/-કરોડ તથા આગામી વર્ષ 2022-23 માં વાર્ષિક ખર્ચમાં રૂ.130/- કરોડનો વધારાનો ખર્ચ થવાની સંભાવના છે.

આ પણ વાંચો : Statue of Equality: મહાસંકલ્પ સાકાર, ભવ્ય પ્રતિમાનો વિરાટ આકાર, વિશ્વની બીજી સૌથી ઊંચી પ્રતિમાના અનાવરણ માટે સહસ્રાબ્દી સમારોહની ઉજવણીની થઈ શરૂઆત

આ પણ વાંચો : Ahmedabad: કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીઓની થશે ધરપકડ, આ ત્રણેય આરોપીઓ પર પણ લાગશે ગુજસીટોક

Published On - 5:15 pm, Wed, 2 February 22

Next Article