Natural farming: હિમાચલ પ્રદેશમાં 99.8 ટકા પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી, ઉત્પાદનમાં કર્યો જબરદસ્ત વધારો

ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં 28.6 ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. 75 ટકા ખેડૂતો રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીને વધારે મહત્વ આપી રહ્યા છે.

Natural farming: હિમાચલ પ્રદેશમાં 99.8 ટકા પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી, ઉત્પાદનમાં કર્યો જબરદસ્ત વધારો
| Edited By: | Updated on: Jun 06, 2023 | 6:52 PM

Himachal Pradesh: હિમાચલ પ્રદેશમાં અત્યારે 99.8 ટકા પંચાયતોમાં ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી લીધી છે. આચાર્ય દેવવ્રતે ગુજરાત પહેલાં હિમાચલ પ્રદેશમાં રાજ્યપાલ હતા, ત્યારે તેમણે ત્યાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા જનજાગૃતિ અભિયાન આદર્યું હતું.

આ પણ વાચો: Tapi: પ્રાકૃતિક ખેતી દ્વારા ભીંડાની સફળ ખેતી, ઓર્ગેનિક ભીંડાની ખેતીથી ખેડૂતો બન્યા આત્મનિર્ભર

એકેડેમી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ, લખનૌ અને રાષ્ટ્રીય કૃષિ વિસ્તાર પ્રબંધન સંસ્થાન, હૈદરાબાદના તાજેતરના એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવાયું છે કે, પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી હિમાચલ પ્રદેશના ખેડૂતોના કૃષિ ઉત્પાદન ખર્ચમાં 36 ટકાનો ઘટાડો થયો છે અને ઉત્પાદનમાં 8 ટકાની વૃદ્ધિ થઈ છે. ખેડૂતોને રાસાયણિક ખેતીની તુલનામાં 28.6 ટકા વધારે ફાયદો થઈ રહ્યો છે. 75 ટકા ખેડૂતો રાસાયણિક ખેતી કરતા પ્રાકૃતિક ખેતીને વધારે મહત્વ આપી રહ્યા છે.

દેશના મોટા ભાગના રાજ્યના ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવી

હિમાચલ પ્રદેશમાં બાગાયતી ખેતીમાં ફળ ઉત્પાદન કરતા ખેડૂતોનો પ્રાકૃતિક ખેતીથી 21.44 ટકા ચોખ્ખો નફો વધ્યો છે. ઉત્પાદન ખર્ચમાં પણ 14.34 ટકા થી લઈને 45.55 ટકા જેટલો ઘટાડો થયો છે. ફળોનો સ્વાદ વધુ સારો થયો છે, એટલું જ નહીં ઉત્પાદન પણ વધ્યું છે. નીતિ આયોગે પણ દેશભરમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે હિમાચલ પ્રદેશના મોડેલને આધાર બનાવ્યું છે. ભારતમાં ગુજરાત ઉપરાંત હરિયાણા, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ પણ મોટા પાયે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે.

તાપીમાં પ્રાકૃતિક ખેતીથી ભીંડાનું ઉત્પાદન

તાપી જિલ્લાના ખેડૂતો હવે ઓર્ગેનિક રીતે ભીંડાની ખેતી કરી મહિને હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના ખેતરમાં એક વીઘામાં આંતરે દિવસે 7થી 8 મણ ભીંડાની ઉપજ મેળવી રહ્યા છે અને ઓર્ગેનિક રીતે ખેતી કરતા ખેડૂતો પગભર થઈ રહ્યા છે.

ખેતીમાં વધારે ઉપજ મેળવવા પહેલા રસાયણયુક્ત ખાતરનો ભરપૂર ઉપયોગ થતો હતો, પરંતુ તેના લીધે જમીન તેમજ ઉપજ ઉપર ઉપર નકારાત્મક અસર પડતા લોકોના સ્વાસ્થ્ય સાથે ચેંડા થાય છે. જોકે આ અંગે મોડે મોડે પણ સભાનતા આવતા હવે ખેડૂતો જૈવિક ખેતી તરફ વળ્યા છે તાપી જિલ્લાના ખેડૂતો હાલમાં જૈવિક ખેતી દ્વારા ભીંડાની મબલખ કમાણી કરી રહ્યા છે. સોનગઢ તાલુકાના ઉખલદા ગામના ખેડૂત મહેસ ચૌધરીએ ભીંડાની સફલ ખેતી કરી છે અને હવે તેમની પહેલને અનુસરીને અન્ય ખેડૂતો પણ ભીંડાની ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે.