ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ વીડિયો ટ્વીટ કરીને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ઘેર્યા

|

May 01, 2022 | 11:51 PM

ગુજરાતના ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાણી મુદ્દે બે ટ્વીટ કર્યા છે અને દિલ્લી મોડેલ પર સવાલો ઉઠાવ્યા છે.. હર્ષ સંઘવીએ જે વીડિયો ટ્વીટ કર્યા છે તેમાં દિલ્લીના લોકો પાણી મુદ્દે આપવીતિ ઠાલવી રહ્યા છે.

દિલ્લીના(Delhi)  મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal)  મિશન ગુજરાત પર છે. જોકે, બીજી તરફ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi)   બે વીડિયો ટ્વીટ કરીને આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. જયારે હર્ષ સંઘવીએ પાણી મુદ્દે બે ટ્વીટ કર્યા છે અને દિલ્લી મોડેલ પર સવાલો ઉઠાવ્યા છે.. હર્ષ સંઘવીએ જે વીડિયો ટ્વીટ કર્યા છે તેમાં દિલ્લીના લોકો પાણી મુદ્દે આપવીતિ ઠાલવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ એક દિવસની ગુજરાત મુલાકાતે છે. કેજરીવાલની આ મુલાકાત પહેલા અને મુલાકાત દરમિયાન ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. એવું લાગી રહ્યું છે જાણે ભાજપ અને આમ આદમી પાર્ટી  વચ્ચે ટ્વિટર વૉર ચાલી રહ્યું છે. કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના લઈને પણ ટ્વીટ કર્યું હતું. ત્યારે પાટીલે ટ્વીટ કરી નિશાન તાક્યું છે. પાટીલે ટ્વીટ કરી લખ્યું છે કે “ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે .

એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે”. આપને જણાવી દઈએ કે આમ આદમી પાર્ટીએ હરમનપ્રિત સિંઘ બેદીને હિમાચલ પ્રદેશના સોશિયલ મીડિયાના પ્રેસિડેન્ટ બનાવ્યા છે.. એવા દાવો કરવામાં આવ્યો છે કે હરમનપ્રિત સિંઘ બેદી ખાલિસ્તાન સમર્થક છે. જો કે કેજરીવાલે પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકેની નિયુક્તિને પ્રાંતવાદ સાથે જોડી ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો.

આ પણ વાંચો :  ગુજરાત એટીએસે મુઝફફરનગરમાં દરોડા પાડયા, 20 કિલો ડ્રગ્સ સાથે બે ડ્રગ્સ પેડલરને ઝડપ્યા

આ પણ વાંચો : કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની સુપોષણ અભિયાનમાં હાજર રહ્યા, કાર્યકર્તાઓએ બાળકોને દત્તક લઇ સુપોષિત કરવાનો સંકલ્પ કર્યો

Next Video