Video : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિનો આપઘાત, કલોલના યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ

|

Jan 23, 2023 | 1:05 PM

Gandhinagar News : કલોલનો એક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પિસાયો હતો. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ભજીયાંની લારી ચલાવતા યુવકે કેનાલમાં ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે.

Video : વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિનો આપઘાત, કલોલના યુવકે કેનાલમાં ઝંપલાવ્યુ
વ્યાજખોરના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત

Follow us on

એક તરફ ગુજરાતમાં વ્યાજખોરો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. ત્યાં બીજી તરફ ગાંધીનગરના કલોલમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકે આપઘાત કર્યો છે. ભજીયાંની લારી ચલાવતો યુવક વ્યાજની ચુંગાલમાં ફસાઈ જતાં તેણે કેનાલમાંથી ઝંપલાવીને મોતને વહાલું કર્યું છે. કલોલનો એક પરિવાર વ્યાજખોરોની ચુંગાલમાં આવીને પિસાયો હતો. યુવક પાસેથી મળેલી સુસાઇડ નોટમાં આ અંગેનો ખુલાસો થયો છે. પોલીસે સમગ્ર મામલે સુસાઇડ નોટને આધારે વધુ તપાસ શરુ કરી છે.

સુસાઇડ નોટમાં વ્યાજખોરોના નામ લખ્યા

કલોલના મોટા ઠાકોરવાસમાં રહેતા વિનોદ ઠાકોર જૈન દેરાસર પાસે ભજીયાંની લારી ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ભજીયાંની લારી ચલાવતાં ચલાવતાં વ્યાજખોરોની ચુંગાલમાં વિનોદ ક્યારે ફસાઈ ગયા એનો ખ્યાલ પણ ન આવ્યો અને નાની નાની મૂડી લેતાં તેઓ મોટી ચુંગાલમાં ફસાઈ જતાં આખરે કેનાલમાં કૂદી પોતાનું જીવન ટૂંકાવ્યું. મૃતક પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. ચિઠ્ઠીમાં તમામ વ્યાજખોરોનાં નામ અને તેમની સામે રકમ પણ લખેલી હતી. એમાં ઘણી જગ્યાએ તેમણે એવો પણ ઉલ્લેખ કરેલો છે કે લીધેલા પૈસા કરતાં વધુ પૈસા પણ આપી દીધા તેમ છતાં માગ પૂરી થઈ નથી. સાથે જ એવું પણ લખેલું છે કે ‘મારા પરિવારને હેરાન ન કરતા. કડી પોલીસે ગુનો નોંધી આગળથી કાર્યવાહી હાથ ધરી છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

રાજ્યમાં વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી એક્શન મોડમાં છે. અત્યાર સુધી પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી તો શરૂ કરી પરંતુ એમાં એક નાની અડચણ આવી રહી હતી. કેમકે માથાભારે વ્યાજખોરો સામે ફરિયાદ કરવાનું સામાન્ય માણસનું ગજું નથી હોતું. વ્યાજખોરોથી ડરતાં લોકો હિંમત કેમ ભેગી કરે તે પણ એક સવાલ હતો. જોકે એના માટે પોલીસે એક નવો જ કિમિયો વિચાર્યો અને એનો અમલ પણ શરૂ કરાયો. જેમાં પહેલાં પોલીસે લોકદરબાર શરૂ કર્યો અને એમાં સફળતા મળતાં ફરિયાદ પેટીનો નવો વિચાર તરતો મુક્યો. પોલીસના આ નવા અભિગમને લોકો પણ વધાવી રહ્યા છે.

આમ તો પોલીસની છાપ એવી છે કે તેનાથી સામાન્ય જનતા ડરતી રહે છે પરંતુ અમદાવાદ પોલીસે જે રીતે વ્યાજખોરોની હેકડી ઓછી કરી છે અને સાથે જ પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઘટે તે માટે પ્રયાસ હાથ ધરાયો છે તેને લોકો વખાણી રહ્યા છે.

મહત્વનું છે કે રાજ્યમાં વધતાં જતાં વ્યાજખોરોના ત્રાસને જોતાં આવા લોકો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે. મહત્વનું છે કે, ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. જેથી હવે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી આ પેટીમાં વ્યાજખોર વિરુદ્ધ જે રજૂઆત હશે તે કરી શકશે.

Next Article