આજથી હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ, અભિયાન અંતર્ગત નાગરિકો પ્રમાણપત્ર પણ મેળવી શકશે

|

Aug 13, 2022 | 9:49 AM

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન જાહેર કર્યું છે.

આજથી હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ, અભિયાન અંતર્ગત નાગરિકો પ્રમાણપત્ર પણ મેળવી શકશે
આજથી હર ઘર ત્રિરંગા અભિયાન શરુ

Follow us on

આજથી દેશમાં હર ઘર તિરંગા અભિયાન શરૂ થયુ છે. આઝાદીના અમૃત મહોત્સવ (Amrit Mohotsav of Azadi) અંતર્ગત 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ (Independence Day) સુધી પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવી શકશે. જેનું ડિજિટલ પ્રમાણપત્ર (Digital certificate) પણ મેળવી શકાશે. મોટી સંખ્યામાં નાગરિકો આ અભિયાનમાં જોડાશે અને પોતાના ઘર પર દેશની આન બાન અને શાન એવો ત્રિરંગો લહેરાવશે. સમગ્ર ઝુંબેશ અને તેના પ્રમાણપત્રને લગતી તમામ માહિતી harghartiranga.com પરથી મળી રહેશે. આઝાદીની 75મી વર્ષગાંઠ નિમિત્તે હર ઘર ત્રિરંગા અભિયાન શરૂ કરાયું છે. લોકો ત્રિરંગા અને ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા, 2002 વિશે માહિતગાર થાય તે હેતુથી આ અભિયાન ચાલુ કરાયું છે. સમગ્ર અભિયાન દરમિયાન ત્રિરંગાનું સંપૂર્ણ સન્માન જળવાય રહે તે પણ જરૂરી છે.

પ્રમાણપત્ર આ રીતે મેળવી શકાશે

પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકાશે તેના વિશે વાત કરીએ તો પ્રથમ harghartiranga.com પોર્ટલ પર જાઓ. હોમપેજ પર ‘Pin a Flag’ વિકલ્પ પર ક્લિક કરો. ત્યારબાદ નામ અને મોબાઈલ નંબર સહિતની વિગતો ભરો. ત્યારબાદ તમારે લોકેશન પણ શેર કરવું આવશ્યક છે. જે બાદ ત્રિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની રહેશે. તમામ વિગતો પૂર્ણ થયા બાદ હર ઘર ત્રિરંગા અભિયાનનું પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે. ભારતના સંસ્કૃતિ મંત્રાલય તરફથી નાગરિકોને પ્રમાણપત્ર આપવામાં આવશે.

ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની (Independence Day) ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઈ રહી છે. આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર ત્રિરંગા અભિયાન જાહેર કર્યું છે. અત્યારે ગુજરાતમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સ્વતંત્રતા પર્વની ઉજવણી એટલે કે હર ઘર ત્રિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઈ કહાની જોડાયેલી હોય.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

7 જિલ્લામાં 7 ઐતિહાસિક સ્થળોએ કાર્યક્રમ

1. ઠક્કર બાપા, ભાવનગર: ઠક્કરબાપા ગાંધીજીના ચુસ્ત અનુયાયી હતા અને આદિજાતિ શિક્ષણ માટે બહોળા પ્રમાણમાં શાળાઓ સ્થાપિત કરી હતી. તેઓ એક જાણીતા સમાજસેવક રહ્યા હતા.

2. ડૉ. ઉષા મહેતા, સુરત: તેઓ ગાંધીવાદી હતાં અને સવિનય કાનૂન ભંગ ચળવળ અને ભારત છોડો આંદોલનમાં સહભાગી રહ્યા હતાં. સ્વતંત્રતા માટે ઘણી વખત તેઓ જેલમાં પણ રહ્યા હતાં.

3. ઐતિહાસિક સ્થળો, અમદાવાદ: અમદાવાદમાં સ્વતંત્રતા સંગ્રામ સાથે સંકળાયેલા જાણીતા સ્થળો પૈકી નિર્ધારિત થયેલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

4. કિર્તી મંદિર, પોરબંદર: ગાંધીજીનું આ પૈતૃક ઘર છે જ્યાં તેમનો જન્મ થયો હતો. અહીં ગાંધીજીના જીવન અંગે જણાવવા માટે સ્મારકનું નિર્માણ કરવામા આવ્યું છે.

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી, નર્મદા (રાજપીપળા): ભારતીય રાજનીતિજ્ઞ અને સ્વતંત્રતા સંગ્રામના સક્રિય સહભાગી શ્રી વલ્લભભાઈ પટેલ, સરદાર પટેલ તરીકે લોકપ્રિય છે.

6. દાંડી યાત્રાના પદયાત્રીઓનું સ્મારક, નવસારી: દાંડી સ્થિત રાષ્ટ્રીય મીઠા સ્મારક એ મહાત્મા ગાંધીને સમર્પિત સ્મારકો પૈકીનું એક વિશિષ્ટ સ્મારક છે.

7. શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક, કચ્છ: શ્યામજી કૃષ્ણ વર્મા એ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસમાં મોખરાના સેનાનીઓ પૈકી એક છે.

1 કરોડ ત્રિરંગા લહેરાવવામાં આવશે

ગુજરાતમાં હર ઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ ત્રિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ ત્રિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે, જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.

Next Article