Gujarat Unlock Guideline : કોરોનાના કેસ ઘટતા ગુજરાતના 18 શહેરો રાત્રી કરફ્યુમુક્ત, લગ્નપ્રસંગે 100 લોકો એકઠા થઈ શકશે

|

Jun 27, 2021 | 3:20 PM

Gujarat Unlock Guideline : ગુજરાતમાં કોરોનાની બીજી લહેર બાદ કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતા, આજથી અનલોકની નવી ગાઈડલાઈન લાગુ થશે. નવી ગાઈડલાઈન મુજબ રાજયના 18 શહેરને રાત્રી કરફ્યુમાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.

Gujarat Unlock Guideline : કોરોનાના કેસ ઘટતા ગુજરાતના 18 શહેરો રાત્રી કરફ્યુમુક્ત, લગ્નપ્રસંગે 100 લોકો એકઠા થઈ શકશે
ગુજરાતના 18 શહેરોમાં સંપૂર્ણ કરફ્યુ મુક્તિ

Follow us on

Gujarat Unlock Guideline :  ગુજરાત ( Gujarat) ના 8 મહાનગરપાલિકા અને 18 શહેરોને આજથી રાત્રિ કરફયુ ( Night curfew ) માં વધુ એક કલાકની છૂટ આપવામાં આવી છે. જ્યારે 18 શહેરોને કરફ્યુ મુક્ત કરવામાં આવ્યા છે. આજે 27મી જૂનથી લાગુ થનારી નવી ગાઈડલાઈન મુજબ હવેથી લગ્ન પ્રસંગમાં 100 લોકો અને મૃત્યુપ્રસંગે 40 લોકોને એકત્ર થવાની મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસતાર, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર ઉપરાંત વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીનગર સહીત કુલ 18 શહેરોમાં, રાત્રી કરફયુ ( Night curfew) યથાવત રાખવામાં આવ્યો છે. જો કે રાત્રી કરફ્યુમાં એક કલાકની વધુ મુક્તિ આપવામાં આવી છે.

રાત્રી કરફ્યુવાળા 18 શહેરોમાં રાત્રીના 10 વાગ્યાથી બીજા દિવસે સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ ( curfew) રાખવામાં આવશે. રાત્રી કરફ્યુ ધરાવતા 18 શહેરોમાં વ્યવસાયિકો કામગીરી કરતા દુકાનદારો, વ્યવસાય સંચાલકો, માલિકો, કર્મચારી ગણ સહિત તમામે આગામી ૩૦ જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

લિફ્ટમાં ફસાઈ જાવ તો ભૂલથી પણ ન કરતા આ કામ
આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે
હોમ ડિલેવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે
આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રીના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે
અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ
સામાજિક- રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે
વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી અપાઇ
GSRTCની બસોમાં ( ST ) 75 મુસાફરોની ક્ષમતા સાથે છૂટ આપવામાં આવી છે.
પાર્ક – ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે
રાજ્યના સીનેમા ઘરો, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે.

ગુજરાતના આ શહેરોમાં કરફયુ મુક્ત

વિસનગર, કડી, ડીસા, મોડાસા, રાધનપુર, વેરાવળ-સોમનાથ, છોટા ઉદેપુર, વિરમગામ, બોટાદ, પોરબંદર, પાલનપુર, હિંમતનગર, અમરેલી, સુરેન્દ્રનગર, દાહોદ, આણંદ, નડિયાદ અને ગોધરા

Next Article