ગુજરાતમાં ત્રણ દિવસ બાદ કોરોનાના નવા 06 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 16એ પહોંચી

|

Jan 17, 2023 | 7:54 PM

ગુજરાતમાં 17 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 6 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 02, વડોદરામાં 02 અને બનાસકાંઠા 02 કેસ નોંધાયા છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે. જયારે કોરોનાથી 01 દર્દી સાજો થયો છે.

ગુજરાતમાં ત્રણ દિવસ બાદ કોરોનાના નવા 06 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 16એ પહોંચી
Corona Update

Follow us on

ગુજરાતમાં 17 જાન્યુઆરીના રોજ કોરોનામાં નવા 6 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 16 એ પહોંચી છે. જેમાં નવા નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં 02, વડોદરામાં 02 અને બનાસકાંઠા 02 કેસ નોંધાયા છે. જયારે કોરોના રિકવરી રેટ 99. 13 ટકા થયો છે. જયારે કોરોનાથી 01 દર્દી સાજો થયો છે.

અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી

જ્યારે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યભરમાં 20,700થી વધુ ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટિંગમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. 19 માર્ચ 2020 પછી પ્રથમવાર રાજ્યમાં સતત ત્રીજા દિવસે એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગુજરાતમાં કોરોનાના શૂન્ય કેસ નોંધાઈ રહ્યા છે. જેમાં 14 અને 15 અને 16 જાન્યુઆરીના રોજ કોરોનાના શૂન્ય કેસ હતા. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે કોઇ વ્યક્તિનું મૃત્યુ પણ થયું નથી.

આ પણ વાંચો: Video : ગુજરાત સરકારની મોટી કાર્યવાહી, બે અઠવાડિયામાં 1026 વ્યાજ ખોર વિરુદ્ધ ગુનો દાખલ

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

કોરોનાની લહેર ફરી ત્રાટકે તો તેનો સામનો કરવા માટે હોસ્પિટલ સજ્જ
અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં કોરોનાથી લોકોને બચાવવા ગુજરાત સરકાર પણ સજ્જ બની છે.રાજ્યના અમદાવાદ સહિતના તમામ મહાનગરોની કોવિડ હોસ્પિટલ્સમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું. જેમા પ્રધાનો અને આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ હોસ્પિટલમાં પહોંચી ઓક્સિજન, વેન્ટીલેટર, કોવિડ બેડની ક્ષમતા, ટેસ્ટિંગ કીટ, જરૂરી દવાઓ, નર્સિંગ સ્ટાફની ઉપલબ્ધતા સહિતની બાબતોની ચકાસણી કરી હતી.

કોરોના સામે લડવા તંત્ર સજ્જ

ગાંધીનગર જિલ્લા સિવિલ હોસ્પિટલમાં કોરોના સામે પહોંચી વળવા આરોગ્યની સુવિધાઓ ચકાસવામાં આવી હતી. જે માટે યોજાયેલી મોકડ્રીલમાં આરોગ્ય મંત્રી ૠષિકેશ પટેલે ભાગ લીધો હતો. જે અંતર્ગત તેમણે સિવિલ હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ સમગ્ર માળખાનું બારીકાઈથી નિરીક્ષણ કરીને અધિકારી કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી. મોકડ્રીલ બાદ તેમણે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં સંભવત: આવનારી કોરોના લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત રાજ્યનું સંપૂર્ણ આરોગ્ય તંત્ર સજ્જ છે.

કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી

રાજ્યમાં એક લાખથી વધુ પથારીઓ અને 15થી 16 હજાર જેટલા વેન્ટીલેટર તેમજ દવાઓ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એટલે નાગરિકોએ સહેજપણ ગભરાવાની જરૂર નથી. ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વૈશ્વિક સ્તરે કોરોનાના કેસોમાં જે રીતે સામે આવી રહ્યા છે, ત્યારે કેન્દ્ર સરકારે સાવચેતીના ભાગરૂપે તમામ રાજ્યોને એલર્ટ રહેવા સૂચના આપી છે.

 

 

Next Article