ગુજરાતના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન, હવે લાંચિયા કર્મચારીઓની ખેર નથી

|

Oct 20, 2021 | 4:25 PM

રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે અમે મહેસુલ વિભાગ તરફથી ટીમો તૈયાર કરી રહ્યા છે. જે લોકોના મહેસુલને લગતા જે પ્રશ્નો હોય તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કાર્યરત રહેશે.

ગુજરાતના(Gujarat) નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની(Bhupendra Patel)  સરકારમાં વરાયેલા નવા મંત્રીઓ હવે રાજયના વહીવટીતંત્રમાં વ્યાપત ભ્રષ્ટાચારને(Corruption) નાથવા માટે પણ મેદાને ઉતર્યા છે. જેમાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ(Rajendra Trivedi) મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે જો કોઈ પણ મહેસુલ કર્મચારી કે અધિકારી કામ કરવા માટે પૈસા માંગતા(Bribe) હોય તો એનો વીડિયો લઈ લેજો અમને મોકલજો તાત્કાલીક પગલાં લેવામાં આવશે.

આ અંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમે મહેસુલ વિભાગ તરફથી ટીમો તૈયાર કરી રહ્યા છે. જે લોકોના મહેસુલને લગતા જે પ્રશ્નો હોય તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કાર્યરત રહેશે. તેમજ જે અધિકારીઓ પ્રશ્નો ઉકેલવા માટે નકારાત્મક નિરાકરણ અભિગમ સાથે કામ કરશે તો તેમની સામે પગલાં લેવાશે. તેમજ નાગરિકો પાસે જો લાંચિયા કર્મચારીઓ લાંચ માગે તો રેકોર્ડીંગ કરી અમને મોકલો તો પગલાં લઇશું.

આ પણ વાંચો : અમદાવાદથી કેવડીયા સુધીની સી-પ્લેન સેવા આ મહિના સુધી શરૂ થવાની શક્યતા

આ પણ  વાંચો : VMCની એફોર્ડેબલ હાઉસિંગની ઓફિસમાં ફોર્મ માટે લાગી ભીડ, અરાજકતાનો માહોલ સર્જાયો

Published On - 4:21 pm, Wed, 20 October 21

Next Video