ગુજરાત પોલીસનું દિલ્હી અને કોલકત્તામાં દિલધડક ઓપરેશન, 15 બંધક ગુજરાતીઓને સલામત રીતે છોડાવ્યા

|

Feb 13, 2022 | 10:52 PM

ડીંગુંચા ની ઘટના બાદ ગુજરાત પોલીસે સૌથી મોટું ઓપરેશન પર પાડ્યું છે .આ આખું ઓપરેશન ગાંધીનગર પોલીસ દ્વારા પાર પાડી 15 ગુજરાતીઓ ને અપહરણકર્તાની ચુંગાલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે

ગુજરાત પોલીસનું દિલ્હી અને કોલકત્તામાં દિલધડક ઓપરેશન, 15 બંધક ગુજરાતીઓને સલામત રીતે છોડાવ્યા
Gujarat Police Operation Release 15 Hostage(File Image)

Follow us on

ગુજરાતની(Gujarat)  ગાંધીનગર પોલીસે (Gandhinagar Police) કબૂતરબાજી ના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. વિદેશ મોકલવાની(Foreign Countries)  લાલચ આપી અન્ય રાજ્ય માં લઈ જઈ ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવતા અને બંદૂકની અણીએ ડરાવી ધમકાવી રૂપિયા પાડવામાં આવતા હતા છેલ્લા ત્રણ મહિનાથી બંધી બનાવેલ 15 ગુજરાતીઓ ને ગુજરાત પોલીસે દિલ્હી માંથી મુક્ત કરાવ્યા છે.ડીંગુંચા ની ઘટના બાદ ગુજરાત પોલીસે સૌથી મોટું ઓપરેશન પર પાડ્યું છે .આ આખું ઓપરેશન ગાંધીનગર પોલીસ દ્વારા પાર પાડી 15 ગુજરાતીઓ ને અપહરણકર્તાની ચુંગાલ માંથી મુક્ત કરવામાં આવ્યા છે .પોલીસ ગિરફતમાં આવેલ આ આરોપીએ નિર્દોષ લોકો ને છેતરી એક મોટા ગુનાઓ ને અંજામ આપી રહ્યો હતો.

છેલ્લા બે મહિનાથી કોલકત્તા દિલ્હી ખાતે બોલાવાયા

12 ફેબ્રુબારીના રોજ એલ.સી.બી ને રજુઆત મળેલ કે ગાંધીનગર જીલ્લાના ખરણા ગામના તથા મહેસાણા તેમજ અમદાવાદ શહેરના નવયુવાન દંપતીઓને વિદેશ મોકલવાની લાલચ આપી જેઓને છેલ્લા બે મહિનાથી કોલકત્તા તેમજ દીલ્હી ખાતે બોલાવી તેઓની પાસેથી રૂપિયા પડાવવા સારૂ અજ્ઞાત સ્થળે ગોંધી રાખેલ છે. જેમાં ગાંધીનગર પોલીસ દિલ્હી પહોંચી હતી અને તપાસ કરી અપહરણકર્તાના ચુંગાલમાં નાના બાળકો સહીત 15 ગુજરાતીઓ મુક્ત કરાવી ગાંધીનગર પરત લાવ્યા છે.

ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પહોચી ગયેલ છે તેમ બોલાવડાવતા

એજન્ટ રાજેશ નટવરલાલ પટેલ નાઓ મારફતે આ લોકોને કોલકત્તા અને દિલ્હી મોકલી આપવામાં આવેલ અને ત્યાં સુશિલ રોય તથા સંતોષ રોય તેમજ કમલ સિંઘાનિયા નામના માણસોએ ભેગા મળી આ લોકોને ગેરકાયદેસર ગોંધી રાખેલા અને તેઓની ઉપર અમાનવીય ત્રાસ ગુજારી તેઓને તેમના પરિવાર સાથે ફોન ઉપર વાત કરાવડાવી ધાક ધમકી આપી અમો કેનેડા ખાતે પહોચી ગયેલ છે તેમ બોલાવડાવી પરિવાર પાસેથી અલગ અલગ રકમ મળી કુલ રૂ.2,35,00,000 જેટલી રકમ ખંડણી સ્વરૂપે વસુલ કરેલ છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

પોલીસને શંકા પણ છે કે હજુ અનેક લોકો સુશીલ અને સુનિલના સકંજામા

આરોપી એજન્ટ રાજેશ પટેલ ની પોલીસે ધરપકડ કરી લીધી છે. રાજેશ પટેલ વિદેશ જવા ઇચ્છુક લોકો ને મળતો અને એજન્ટ તરીકે નું કામ કરી કલકત્તા બેઠેલા બંધુઓ સુશીલ રોય અને સુનિલ રોય પાસે મોકલતો.સુશીલ અને સુનિલ થોડા વર્ષો પહેલા અમદાવાદ રહેવા આવેલ જ્યા રાજેશ પટેલ નો સંપર્ક થયો હતો ..પોલીસ ને શંકા પણ છે કે હજુ અનેક લોકો સુશીલ અને સુનિલ ના સકંજા માં હોઈ શકે.જેથી પોલીસે સુશીલ અને સુનિલ ની પકડી લેવા શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : કચ્છમાં જાણે તસ્કર રાજ ? મંદિર ચોરીની ઘટના પછી મુન્દ્રામાં 6 મકાનના તાળા તોડી લાખોની ચોરી !

આ પણ વાંચો :  ખેડા : કઠલાલમાં નૂતન છાત્રાલયનું કેન્દ્રીય સંચાર રાજય મંત્રી દેવુસિંહ ચૌહાણના હસ્તે ખાતમૂર્હુત

Published On - 10:48 pm, Sun, 13 February 22

Next Article