Gandhinagar : રાજ્યમાં રસીકરણ પુરજોશમાં, છેલ્લા 24 કલાકમાં 3.73 લાખ લોકોને કોરોનાની રસી અપાઈ

|

Aug 02, 2021 | 1:23 PM

અમદાવાદમાં 47 હજાર 530 લોકોને રસી અપાઇ છે. જ્યારે સુરતમાં 44 હજાર 170 લોકોને રસીનો ડોઝ અપાયો. વડોદરામાં 23 હજાર 577 અને રાજકોટમાં 13 હજાર 312 લોકોએ રસી મુકાવી.

ગુજરાત(Gujarat) માં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.73 લાખ લોકોનું રસીકરણ(Vaccination)કરાયું.જેમાં અમદાવાદમાં 47 હજાર 530 લોકોને રસી અપાઇ છે. જ્યારે સુરતમાં 44 હજાર 170 લોકોને રસીનો ડોઝ અપાયો. વડોદરામાં 23 હજાર 577 અને રાજકોટમાં 13 હજાર 312 લોકોએ રસી મુકાવી. હાલ રાજ્યમાં અત્યાર સુધી કુલ 3 કરોડ 36 લાખ લોકોનું કોરોના રસીકરણ પૂર્ણ થયું છે.

ગુજરાત(Gujarat)માં ત્રીજી લહેરના ખતરા વચ્ચે રાજ્યમાં કોરોના(Corona)કાબૂમાં આવી રહ્યો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 23 કેસ નોંધાયા છે.જ્યારે સતત બે સપ્તાહથી રાજ્યમાં મૃત્યુઆંક શૂન્ય નોંધાઇ રહ્યો છે.રાજ્યમાં પાછલા 24 કલાકમાં 21 દર્દીઓ સાજા થયા તો સાજા થવાનો દર 98.75 ટકા પર સ્થિર થયો છે. આની સાથે જ કુલ સાજા થનારા દર્દીઓની સંખ્યા 8.14 લાખ પર પહોંચી છે.જ્યારે વેન્ટિલેટર પર માત્ર 5 જ દર્દીઓ છે.તો એક્ટિવ કેસની સંખ્યા 254 પર પહોંચી છે.શહેર-જિલ્લાની વાત કરીએ તો રાજ્યના 24 જિલ્લા અને 2 મનપામાં શૂન્ય કેસ નોંધાયા છે.જ્યારે અમદાવાદમાં 8, વડોદરામાં 6, સુરતમાં 2 અને રાજકોટમાં 1 કેસ નોંધાયો છે.

આ પણ વાંચો : Health Tips: વરસાદના દિવસોમાં ડેન્ગ્યુ-મેલેરિયા જેવા રોગોથી દૂર રહેવા માંગો છો? તો આ વસ્તુઓ ખાસ યાદ રાખો

આ પણ વાંચો : Life Insurance લેતી વખતે ટાળો આ 6 ભૂલ, નહીંતર થશે મોટું નુકસાન, જાણો વિગતવાર

Next Video