Breaking News : રાજ્ય સરકારના IAS અધિકારીઓની મોટાપાયે ફેરબદલ, 26 અધિકારીઓની બદલીનો આદેશ જાહેર, જુઓ List

રાજ્ય સરકારે 26 IAS અધિકારીઓની મોટાપાયે બદલી કરી છે, જે વહીવટમાં મહત્વપૂર્ણ ફેરબદલ દર્શાવે છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં સંજીવ કુમાર મુખ્ય સચિવ બન્યા છે, જ્યારે અવંતિકા સિંઘને GSPCના MD બનાવાયા છે.

Breaking News : રાજ્ય સરકારના IAS અધિકારીઓની મોટાપાયે ફેરબદલ, 26 અધિકારીઓની બદલીનો આદેશ જાહેર, જુઓ List
| Edited By: | Updated on: Dec 23, 2025 | 7:48 PM

રાજ્ય સરકાર દ્વારા IAS અધિકારીઓની મોટાપાયે ફેરબદલ કરવામાં આવી છે. સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ કુલ 26 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ ફેરબદલને રાજ્ય વહીવટમાં મહત્વપૂર્ણ બદલાવ તરીકે જોવામાં આવી રહી છે.

આ ફેરબદલમાં સૌથી મહત્વપૂર્ણ ફેરફાર મુખ્યમંત્રી કાર્યાલય (CMO)માં જોવા મળ્યો છે. વરિષ્ઠ IAS અધિકારી સંજીવ કુમારની CMOમાં એન્ટ્રી થઈ છે અને તેમને મુખ્યમંત્રીના પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે સંજીવ કુમારને ગૃહ વિભાગનો વધારાનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે, જે તેમને વધુ જવાબદારીસભર ભૂમિકા આપે છે.

CMOમાં હાલ કાર્યરત IAS અધિકારી વિક્રાંત પાંડે યથાવત્ રાખવામાં આવ્યા છે. તેમને મુખ્યમંત્રીના એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે નિમણૂક આપવામાં આવી છે. સાથે સાથે વિક્રાંત પાંડેને માહિતી અને પ્રસારણ વિભાગનો હવાલો પણ સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત IAS અધિકારી અજય કુમારની પણ CMOમાં એન્ટ્રી થઈ છે, જ્યારે અવંતિકા સિંઘની CMOમાંથી વિદાય કરવામાં આવી છે. અવંતિકા સિંઘને ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC)ના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સાથે સાથે તેમને ગુજરાત ગેસના MD તરીકે વધારાનો હવાલો પણ આપવામાં આવ્યો છે.

અન્ય મહત્વપૂર્ણ ફેરબદલમાં IAS સંદીપ કુમારને નાણાં વિભાગના સચિવ તરીકે નિમણૂક આપવામાં આવી છે. રમેશચંદ્ર મીણાને કૃષિ સચિવ બનાવવામાં આવ્યા છે, જ્યારે રાજીવ ટોપનોને આરોગ્ય વિભાગના સચિવ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. અશ્વિની કુમારને ઉર્જા વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આ ફેરબદલથી વહીવટી વ્યવસ્થામાં નવી ગતિ આવશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગિફ્ટ સિટીમાં મળેલી છૂટછાટ બાદના નિયમો જાણી લો, જુઓ Video

Published On - 7:32 pm, Tue, 23 December 25