ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત,ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની લધુત્તમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની લધુત્તમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ કટીબદ્ધ છે. રવી માર્કેટીંગ સીઝન 2023- 24માં ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે઼

ગુજરાત સરકારની ખેડૂતો માટે મોટી જાહેરાત,ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની લધુત્તમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરાશે
Gujarat Government Farmers Declaration
| Edited By: | Updated on: Mar 03, 2023 | 7:27 PM

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઘઉં, બાજરી, જુવાર, રાગી, મકાઇની લધુત્તમ ટેકાના ભાવથી સીધી ખરીદી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ કટીબદ્ધ છે. રવી માર્કેટીંગ સીઝન 2023- 24માં ઘઉં, બાજરી, જુવાર, રાગી,મકાઇની ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા લઘુતમ ટેકાના ભાવે ખરીદી કરશે઼. લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા ઇચ્છુક ખેડૂતોએ 31/03/2023 સુધી ગ્રામ્ય કક્ષાએ VCE દ્વારા ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે તેમ ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમની યાદીમાં જણાવાયું છે.

ખેડૂતોને સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરવાનો રહેશે

આ યાદીમાં વધુમાં જણાવાયાનુસાર નોંધણી માટે આધાર કાર્ડની નકલ, અદ્યતન 7-12, 8-અ ની નકલ, નમુના 12માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડુતોએ તેમના નામના બેન્ક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ જેવા જરૂરી પુરાવા સાથે લાવવાના રહેશે. ઘઉં પકવતા ખેડૂતોના પાકના લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી ફરજીયાત હોવાથી ખેડૂતોને સંબંધિત ગ્રામપંચાયતનો સંપર્ક કરવાનો રહેશે. તેમજ ખરીદી સમયે ખેડુતે પોતાનુ આધારકાર્ડ/ઓળખપત્ર સાથે રાખવાનું રહેશે. ખેડુત ખાતેદારના બાયોમેટ્રિક ઓથોન્ટીકેશન દ્વારા જ જથ્થો ખરીદમાં આવશે.

ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબ કરવા

ખેડૂતોએ નોંધણી કરાવતી વખતે તમામ ડોકયુમેન્ટસ સુવાચ્ય રીતે અપલોડ થાય તથા માગ્યા મુજબના જ અપલોડ થાય તેની નોંધણી સ્થળ/કાઉન્ટર છોડતા પહેલા ખાસ કાળજી રાખવી. ડોક્યુમેન્ટની ચકાસણી દરમ્યાન જો ખોટા ડોક્યુમેન્ટ અપલોડ થયાનું ધ્યાને આવશે તો ક્રમ રદ થશે અને ખરીદી માટે જાણ નહી કરવામાં આવે. નોંધણી બાબતે કોઇ મુશકેલી જણાય તો હેલ્પલાઇન નંબર 8511171718 અને  8511171719 ઉપર સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં વધુમાં જણાવાયું છે.

આ પણ વાંચો : Gujarat Video : ગુજરાતમાં 63 બ્રિજના સમારકામની આવશ્યકતા, ગુજરાત હાઈકોર્ટમાં સરકારે રજૂ કર્યુ સોગંદનામું

Published On - 7:19 pm, Fri, 3 March 23