AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat માં કોરોનાના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

Gujarat માં કોરોનાના કેસમાં આંશિક વધારો, છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ નોંધાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 25, 2021 | 11:46 PM
Share

છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે.તો રાજ્યમાં બે સપ્તાહ બાદ એક દર્દીનું કોરોનાના લીધે મૃત્યુ નોંધાયું છે.

ગુજરાત(Gujarat) માં ચાર દિવસથી ઘટી રહેલા કોરોના(Corona) ના કેસમાં આંશિક ઉછાળો નોંધાયો છે. જેમાં છેલ્લા 24 કલાકમાં રાજયમાં કોરોનાના નવા 17 કેસ નોંધાયા છે.તો રાજ્યમાં બે સપ્તાહ બાદ એક દર્દીનું કોરોનાના લીધે મૃત્યુ નોંધાયું છે.રાજ્યમાં હવે માત્ર 5 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 159 પર પહોંચી છે.

રાજયઆ કોરોનાથી દર્દીઓના સાજા થવાનો દર 98.76 ટકા પર સ્થિર થયો છે. જો મહાનગરોમાં કોરોનાની સ્થિતિ અંગે વાત કરીએ તો સૌથી વધુ કેસ સુરતમાં 6 કેસ અને દાહોદમાં 5 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ અને વડોદરામાં 2-2 કેસ નોંધાયા છે. તેમજ ગાંધીનગર અને કચ્છમાં એક એક કેસ નોંધાયો છે..

ગુજરાતના કોરોના રસીકરણની જો વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 3.46 લાખ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં 31 હજાર 869 લોકોને રસી અપાઇ.તો સુરતમાં 27 હજાર 389 લોકોનું રસીકરણ કરાયું. જ્યારે વડોદરામાં 12 હજાર અને રાજકોટમાં 11 હજાર 960 લોકોને રસીના ડોઝ અપાયા છે. આમ રાજ્યમાં કુલ રસીકરણનો આંક 4 કરોડ 39 લાખ 78 હજારને પાર પહોંચ્યો છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોના સંક્રમણ ઓછું થતા જ શિક્ષણકાર્યની ગાડી ફરી ધીરે-ધીરે પાટે ચડી રહી છે. જેમાં રાજ્ય સરકારે 2 સપ્ટેમ્બરથી ધોરણ 6થી 8ની શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાની મંજૂરી આપી છે. ગુજરાતમાં 20 હજારથી વધુ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં શિક્ષણ કાર્યનો પ્રારંભ થશે તો 10 હજાર કરતા વધુ સ્વનિર્ભર પ્રાથમિક શાળાના વર્ગો પણ શરૂ થશે.

આ પણ વાંચો : AHMEDABAD : SOU ઇકો સેન્સેટીવ ઝોન વિરુદ્ધની MLA છોટુ વસાવાની અરજી હાઇકોર્ટે ફગાવી

આ પણ વાંચો : ધો 6થી 8ના વર્ગો આગામી 2 સપ્ટેમ્બરથી શરૂ થશે, ટુંક સમયમાં અન્ય વર્ગો પણ શરૂ થશે : ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

g clip-path="url(#clip0_868_265)">