ગુજરાતમાં કોરોનાના નવા વેરીએન્ટ ઓમીક્રોનની દહેશત વચ્ચે 17 ડિસેમ્બરના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 60 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે..જ્યારે કોરોનાના કારણે નવસારીમાં એક દર્દીનું મૃત્યુ થયું છે.
જેમાં રાજ્યમાં સૌથી રાજકોટ 12 કેસ નોંધાયા.વડોદરામાં 12 કેસ નોંધાયા છે.તો અમદાવાદમાં કોરોનાના 8 નવા દર્દીઓ મળ્યા.કચ્છમાં 7, સુરતમાં 5 કેસ સામે આવ્યા.જામનગર અને નવસારીમાં 3-3, વડોદરા-વલસાડમાં 2-2 નવા દર્દીઓ મળ્યા.તો એક દર્દીનું મોત થતાં અત્યાર સુધીમાં 10,101 લોકોનાં મોત થયા.
જ્યારે બીજી તરફ પાછલા 24 કલાકમાં 58 દર્દીઓ સ્વસ્થ થયા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 8.17 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે…આ સાથે રાજ્યમાં રિકવરી રેટ વધીને 98.71 ટકા પર પહોંચી ગયો છે..રાજ્યમાં હજુ પણ 581 એક્ટિવ કેસ..બીજી તરફ કોરોના રસીકરણ મુદ્દે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે.રાજ્યમાં એક જ દિવસમાં 2 લાખ 40 હજારથી વધુ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
રાજ્યના અન્ય મહત્વના સમાચાર પર નજરી કરીએ તો
1 . મોટા સમાચાર : પેપર લીક કેસમાં સરકારની આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની વિચારણા
ગુજરાતમાં(Gujarat) થયેલા પેપર લીક(Paper Leak) મામલે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પેપર લીક કૌભાંડના આરોપીઓ પર ગુજસીટોકનો(GUJCTOC) ગુનો દાખલ થઈ શકે છે. તેમજ આવનારી સરકારી નોકરીની પરીક્ષાઓ માટે સરકાર દાખલો બેસાડવા આ નિર્ણય લઈ શકે છે. જેથી આવનારી પરીક્ષામાં પેપર લીક કરવાનો કોઈ પ્રયાસ પણ ન કરે.
2. Ahmedabad : ટ્રાફિક વિભાગમાં નવા વાહન અને સાધનો ઉમેરાયા, ટ્રાફિક વિભાગની કામગીરી સરળ બનશે અમદાવાદ ટ્રાફિક પોલીસ અત્યાર સુધી તમને દંડ કરતી જોવા મળતી હતી. પણ હવે આજ ટ્રાફિક પોલીસ ફાયર બ્રિગેડની જેમ રેસ્ક્યુ ઓપરેશન કરતી જોવા મળશે. જીહા. કેમ કે ટ્રાફિક વિભાગમાં અકસ્માતોની ઘટનામાં ફસાયેલા લોકોને બચાવવા માટેનું સાધન ઉમેરાયું છે. તેમજ ઓવર સ્પીડ વાહન ચાલકોને દંડવા પણ 4 ઇન્ટરસેપટર વાહન ટ્રાફિક વિભાગમાં ઉમેરાયા છે.
3 ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે દાહોદના છાપરી ગામે દારૂની ફેકટરી ઝડપાઈ
ગુજરાતના (Gujarat) ગ્રામીણ વિસ્તારોમાં ગ્રામ પંચાયતની(Gram Panchyat)ચૂંટણીના માહોલ વચ્ચે દાહોદના (Dahod) છાપરી ગામે દારૂની ફેકટરી(liquor Factory)ઝડપાઈ છે. દાહોદ SOGએ છાપરી નજીકથી દારૂ બનાવાની ફેક્ટરી ઝડપી ત્રણ ઈસમોની ધરપકડ કરી છે… સ્થળ પરથી દારુની ખાલી બોટલો, સ્ટીકરો અને ઈંગ્લીશ દારુના બોક્સ સહિત કુલ 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડયો છે.
4 . સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી, 3 દિવસ રહેશે ઠંડીનો ચમકારો
ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનો ચમકારો વર્તાઇ રહ્યો છે. ત્યારે ફરી હવામાન વિભાગે ઠંડી મામલે કોલ્ડવેવની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કોલ્ડવેવની આગાહી કરી છે. કોલ્ડવેવ દરમિયાન પવનની ગતિ સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે. તથા ગુજરાતમાં ડ્રાય વેધર રહેશે તો ક્યાંય વરસાદની આગાહી નહીં. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ ઠંડીનો ચમકારો રહેશે. ત્રણ દિવસ બાદ 2 ડીગ્રી તાપમાન વધશે.
5 .ભાવનગરની નારી ઔદ્યોગિક વસાહતમાં MSME એકમો માટે 577 પ્લોટ્સની CMના હસ્તે ફાળવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના રોલ મોડેલ એવા ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં MSME ઉદ્યોગોના યોગદાનને વિશેષ યોગદાન ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, રાજ્યના આવા MSME ઉદ્યોગો લાખો લોકો માટે રોજગાર અવસરોનું માધ્યમ બન્યા છે. મુખ્યમંત્રી ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ-GIDCની ભાવનગર જિલ્લાની નારી ઔદ્યોગિક વસાહતમાં પ્લોટ ફાળવણીના ઓન લાઇન ડ્રો અવસરમાં ગાંધીનગરથી સહભાગી થયા હતા.ઔદ્યોગિક વસાહતોમાં ઓનલાઇન ડ્રો થી પ્લોટ ફાળવણીનો નવતર અભિગમ આપણે અપનાવ્યો છે એમ તેમણે ઉમેર્યુ હતું.