મોટા સમાચાર : પેપર લીક કેસમાં સરકારની આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની વિચારણા
પેપર લીક કૌભાંડના આરોપીઓ પર ગુજસીટોકનો ગુનો દાખલ થઈ શકે છે. તેમજ આવનારી સરકારી નોકરીની પરીક્ષાઓ માટે સરકાર દાખલો બેસાડવા આ નિર્ણય લઈ શકે છે
ગુજરાતમાં(Gujarat) થયેલા પેપર લીક(Paper Leak) મામલે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. જેમાં પેપર લીક કૌભાંડના આરોપીઓ પર ગુજસીટોકનો(GUJCTOC) ગુનો દાખલ થઈ શકે છે. તેમજ આવનારી સરકારી નોકરીની પરીક્ષાઓ માટે સરકાર દાખલો બેસાડવા આ નિર્ણય લઈ શકે છે…જેથી આવનારી પરીક્ષામાં પેપર લીક કરવાનો કોઈ પ્રયાસ પણ ન કરે.
મહત્વનું છે કે, નાણાકીય લાભ, આર્થિક ગુના અને ઓર્ગેનાઈઝડ ક્રાઈમના કિસ્સામાં સરકારને ગુજસીટોકનો ગુનો દાખલ કરવાની સત્તા છે અને ગુજસીટોક ગુના હેઠળ 5 વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે,,,ત્યારે આજે સાંજે આ અંગેની મહત્વની બેઠક યોજાશે.CM સાથેની આ બેઠક બાદ પરીક્ષા રદ્દ કરવા અંગે પણ નિર્ણય લેવાશે. તેમજ આરોપીઓને સખ્ત સજા થાય તે દિશામાં પણ ચર્ચા કરીને આદેશ અપાશે..
હેડ ક્લાર્કનું પેપર લીક થવા મુદ્દે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષ અસિત વોરાએ 15 ડિસેમ્બરે ફરિયાદ કે પુરાવા ન મળ્યા હોવાનું નિવેદન આપ્યું હતું.તો એ જ દિવસે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને પુરાવા આપ્યા હોવાનું જણાવ્યું હતું..ત્યારબાદ, આજે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ આજે પેપર લીક થયાનો સ્વીકાર કર્યો.
હેડ ક્લાર્કનું પેપર લીક કાંડમાં સૂત્રો તરફથી મહત્વના સમાચાર મળી રહ્યા છે… ગૌણ સેવા પસંદગી મંડળના કર્મચારીની સંડોવળી સામે આવી છે.. આ અંગેના પુરાવા પોલીસને હાથે લાગ્યા છે.. મહત્વનું છે કે, હેડક્લાર્કની 186 જગ્યાની ભરતી માટેની પરીક્ષાનું પ્રશ્નપત્ર ફૂટી ગયાનું આખરે સરકારે 6 દિવસ બાદ સત્તાવાર રીતે કબૂલ કર્યું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરીને પેપર લીક થયાના છ દિવસ બાદ પેપર લીક થયું હોવાની કબૂલાત કરી છે. આ મામલે અત્યાર સુધીમાં 6 લોકોની ધરપકડ કરાઈ છે અને 5 લોકોની શોધખોળ શરૂ કરાઈ છે
આ પણ વાંચો : આણંદ જિલ્લાની 180 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે વહીવટીતંત્ર સજ્જ, સરપંચની 178 બેઠક માટે 716 ઉમેદવાર મેદાનમાં
આ પણ વાંચો : અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી પૂરજોશમાં, આ મહિનામાં અમદાવાદીઓ માણી શકશે મેટ્રો રેલની સફર