AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 27 સપ્ટેમ્બરે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, 23 દિવસથી એક પણ મૃત્યુ નહી

રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 30 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે.

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં 27 સપ્ટેમ્બરે કોરોનાના નવા 21 કેસ નોંધાયા, 23 દિવસથી એક પણ મૃત્યુ નહી
Gujarat Corona Update : 21 new cases of corona,30 patients recovered on 27 September in Gujarat
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 8:43 PM
Share

GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાના કેસો સૂચક રીતે વધ્યા હતા અને 20 ની નીચે નવા કેસો નોંધાઈ રહ્યાં હતા, જયારે આજે 27 સપ્ટેમ્બરે ફરી 21 કેસો નોંધાયા છે, જો કે આમાં રાહતની વાત એ છે કે નવા કેસોના ઉતર ચઢાવ વચ્ચે એક્ટીવ કેસો ખાસ વધ્યા નથી, કારણ કે આજે નવા 21 કેસો આવવાની સાથે 30 કોરોનાના દર્દીઓ સાજા થયા છે અને એક્ટીવ કેસ 150 થી પણ ઓછા થયા છે.

કોરોનાના 21 નવા કેસ, 0 મૃત્યુ રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 21 નવા કેસ નોંધાયા છે, તો આજે કોરોનાના કારણે ભાવનગરમાં એક દર્દીનું મૃત્યુ થયું છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,25,872 થઇ છે આ સાથે જ મૃત્યુઆંક 10,082 પર સ્થિર છે. રાજ્યમાં છેલ્લા 23 દિવસથી એક પણ મૃત્યુ થયું નથી.

રાજ્યના મહાનગરોમાં આજે નોંધાયેલા કોરોનાના નવા કેસોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 6 કેસ, વલસાડ જિલ્લામાં 5 કેસ, સુરત શહેર અને વડોદરા શહેરમાં 3-3 અને ભાવનગર તેમજ ગાંધીનગર, કચ્છ અને નવસારી જિલ્લામાં કોરોના વાયસરનો 1-1નવો કેસ નોંધાયો છે.

30 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 142

રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરના દિવસે છેલ્લા 24 કલાકમાં કુલ 30 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,15,648 લોકો કોરોના વાયરસને હરાવી ચુક્યા છે. રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરે એક્ટીવ કેસ 142 જ રહ્યાં છે. રાજ્યમાં હાલ રીકવરી દર 98.76 ટકા પર સ્થિર છે.

આજે 4.96 લાખ લોકોનું રસીકરણ રાજ્યમાં આજે 27 સપ્ટેમ્બરના રોજ 4,96,485 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના મહાનગરોમાં થયેલા રસીકરણના આંકડાઓ જોઈએ તો અમદાવાદમાં 85,384, સુરતમાં 73,519, વડોદરામાં 8,276, રાજકોટમાં 7501, ભાવનગરમાં 3561, ગાંધીનગરમાં 3590, જામનગરમાં 3363 અને જુનાગઢમાં 1327 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : GANDHINAGAR : જેઠા આહીર ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા, વિધાનસભાનું ઉપાધ્યક્ષનું પદ પણ ભાજપ પાસે

આ પણ વાંચો : સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામી નિમાયા

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">