ગાંધીનગર રાજભવન પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલને મળી સરકાર રચવાનો દાવો કર્યો

|

Sep 12, 2021 | 7:15 PM

ગુજરાતમાં ભાજપ વિધાયક દળના નેતા તરીકે વરણી પામેલા ભુપેન્દ્ર પટેલ રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીને મળ્યાં હતા. તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

ભારતીય જનતા પાર્ટી(BJP) વિધાયક દળના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય ભૂપેન્દ્રભાઈ પટેલે(Bhupendra Patel)  રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી(Vijay Rupani),ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદઓ અને રાજ્ય સરકાર ના કાર્યકારી મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)ના નવા સીએમ તરીકે ભાજપ દ્વારા ભૂપેન્દ્ર પટેલની(Bhupendra Patel) વરણી કરવામાં આવી છે. જો કે તેમની વરણી બાદ તેમણે મુખ્યમંત્રી પદની પસંદગી માટે પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહનો આભાર માન્યો હતો. તેમજ તેમણે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ અને વિજય રૂપાણીની ટીમનો પર તેમની પર વિશ્વાસ મૂકવા બદલ આભાર માન્યો છે.

નવા વરાયેલા સીએમ ભૂપેન્દ્ર પટેલે(Bhupendra Patel) જણાવ્યું કે વિકાસના કામો સંગઠન અને સરકાર સાથે રહીને કરીશું. તેમજ મને મને કોઈ અણસાર નહોતો તેમજ પાર્ટી જ્યારે કહે ત્યારે જ ખબર પડે છે. આ ઉપરાંત મારી પર પક્ષના મોવડી મંડળનો સવિશેષ વિશ્વાસ રહ્યો છે.

આ  પણ વાંચો : તમે સ્વાદિષ્ટ ભોજન તરીકે પરિવારજનોના ભાણામાં સ્વાસ્થ્યનું જોખમ તો નથી પીરસી રહ્યા ને? વાંચો વિગતવાર

આ પણ વાંચો : Video : દિલ્હીની જળમગ્ન સડકો પર બીજેપી નેતાએ કર્યું રાફ્ટિંગ ! કહ્યુ “અરવિંદ કેજરીવાલનો આભાર…”

Published On - 6:48 pm, Sun, 12 September 21

Next Video