ગુજરાત વિધાનસભામાં(Gujarat Assembly) નાણાપ્રધાન કનુભાઇ દેસાઇએ વર્ષ 2022 -23 નું રૂપિયા 2 લાખ 43 હજાર 965 કરોડનું અંદાજપત્ર(Gujarat Budget 2022) ગૃહ સમક્ષ રજૂ કર્યું.. આ બજેટની સૌથી મોટી વાત એ છે કે રાજ્યમાં કોઈ નવા વેરા ઝીંકાયા(Tax Relief) નથી.. સાથે જ રાજ્યમાં 12 હજાર સુધીના માસિક પગારમાં કોઈ પ્રોફેશનલ ટેક્સ નહીં લાગે.. નાણાપ્રધાન કનુ દેસાઈએએ રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું બજેટ રજૂ કર્યુ છે. નાણા પ્રધાને બજેટના શરૂઆતી ભાષણમાં કહ્યું કે 20 વર્ષમાં માથાદીઠ આવક 19 હજારથી વધી 2.14 લાખ થઈ. 1 વર્ષમાં 1 લાખ 63 હજાર કરોડનું વિદેશી ભંડોળ ગુજરાતમાં આવ્યું છે. વર્ષ 2022-23ના 2 લાખ 43 હજાર 965 કરોડ રૂપિયાના બજેટમાં લોકોની સુખાકારીને ધ્યાનમાં રાખીને સૌથી વધુ કૃષિ, આરોગ્ય અને જળ વિભાગ માટે ફાળવણી કરાઈ છે. ખેડૂતોને વ્યાજ સહાય માટે નવી યોજના જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં 3 મેડિકલ કોલેજોની જાહેરાત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર ખાતે આયુર્વેદિક કોલેજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત સરકારે રુપિયા 12 હજાર સુધીનો પગાર મેળવનારા પગારદારોને રાહત આપવાની જાહેરાત કરી છે. વર્ષ 2022-2023ના અંદાજપત્ર રજૂ કરતા, નાણાં પ્રધાને કહ્યુ કે રાજ્યમાં 6000થી 8999 સુધીનો પગાર મેળવનાર પાસેથી 80 અને 9000 થી 11,999 સુધીનો પગાર મેળવનાર પગારદાર પાસેથી પ્રતિમહિને રૂપિયા 150 વ્યવસાય વેરો વસુલવામાં આવતો હતો. આગામી નાણાકીય વર્ષ 2022-2023થી રૂપિયા 12000 સુધીનો પગાર મેળવનારા પગારદારોને વ્યવસાય વેરામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
નાણાં પ્રધાન કનુ દેસાઈએ, વર્ષ 2022-23ના અંદાજપત્રમાં 560.09 કરોડની પુરાંત રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગુજરાતમાં હયાત વેરામા કોઈ જ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. 12 હજારના માસિક પગારમા વ્યવસાયીક વેરા પર મુક્તિ આપવાની પણ જાહેરાત નાણા પ્રધાને કરી છે. સરકારની આવકમા 108 કરોડનો ઘટાડો થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.
નાગરિકોની સુરક્ષા, ભયમુકત વાતાવરણનું સર્જન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવી એ રાજ્ય સરકારની ફરજ છે. આ માટે રાજ્યની પોલીસને અત્યાધુનિક શસ્ત્ર સરંજામ અને સાધન સામગ્રીથી સુસજ્જ કરવામાં આવેલ છે. ક્રાઇમ ઇન્વેસ્ટીગેશનમાં વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવા એફ.એસ.એલ.ને નવા શિખર ઉપર પહોંચાડેલ છે. રાજ્ય પોલીસતંત્રને વધુ કાર્યક્ષમ બનાવવા માટે છેલ્લા પાંચ વર્ષમાં જુદા જુદા સંવર્ગોમાં અંદાજે 29 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી કરવામાં આવેલ છે. આ ઉપરાંત વિવિધ સંવર્ગની અંદાજે 12 હજાર જગ્યાઓ પર ભરતીની પ્રક્રિયા પ્રગતિમાં છે.
આ પણ વાંચો : Gandhinagar: ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં 606 કરોડના નશીલા પદાર્થો ઝડપાયા, વિધાનસભામાં સરકારનો જવાબ
આ પણ વાંચો : આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ. 2909 કરોડની જોગવાઇ કરવામાં આવી
Published On - 3:53 pm, Thu, 3 March 22