Gujarati NewsGujaratGandhinagarGujarat Budget 2022 Provision of Rs. 1526 crore for Food Civil Supplies and Consumer Affairs Department
Gujarat Budget 2022 : અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે 1526 કરોડની જોગવાઈ
રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો કર્યો છે.
Gujarat Budget 2022
Follow us on
ગુજરાતમાં (Gujarat) દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ નોંધાયેલ 70 લાખ કુટુંબોને રાહત દરે અનાજ(Food Supply) અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવી સરકારની પ્રાથમિકતા છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલ આકરી પરિસ્થિતિમાં વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી રાજ્યના તમામ એન.એફ.એસ.એ. (NFSA) લાભાર્થી કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું કાર્ય સરકારે કર્યુ છે. દરેક કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલ જથ્થાની વિગતો માય રેશન મોબાઇલ એપ દ્વારા ઓનલાઇન કરી ડિજિટાઇઝેશનના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કરેલ છે. આ પ્રક્રિયાને વધુ વેગ આપી રાજ્યની તમામ વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો કર્યો છે.
ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને અન્ન વિતરણ કરવા જોગવાઇ 621 કરોડ.
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. હેઠળ નોંધાયેલ કુટુંબોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવેરદાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલ છે.
સબસીડીની રકમ 40 થી વધુ કરી આ યોજના હેઠળ 50 પ્રતિ કિલોના ફિકસ ભાવે તુવેરદાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે. વધારાની સબસીડી સાથે આ યોજના માટે જોગવાઇ 225 કરોડ.
• જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને ખાદ્યતેલ વિતરણ કરવા માટે જોગવાઇ 98 કરોડ.
• તંદુરસ્તી માટે સૂક્ષ્મ પોષક તત્ત્વોનો સમાવેશ રોજિંદા ભોજનમાં થાય તે જરૂરી છે. રાજ્યમાં હાલમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સીંગલ ફોર્ટીફાઇડ આયોડીનયુકત મીઠું આપવામાં આવે છે. હવે આયોડીન ઉપરાંત આયર્ન ફોર્ટીફિકેશન કરવામાં આવેલ ડબલ ફોર્ટીફાઈડ મીઠું તમામ 70 લાખ એન.એફ.એસ.એ. કુટુંબોને દર માસે ફકત
1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે જે માટે જોગવાઈ 76 કરોડ.
• 50 વિકાસશીલ તાલુકામાં આવેલ એન.એફ.એસ.એ. લાભાર્થીઓના ભોજનમાં કઠોળનો વપરાશ વધારવા માટે દર માસે કુટુંબદીઠ તુવેરદાળ ઉપરાંત એક કિલો ચણાનું વિતરણ 30 પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવા માટે જોગવાઈ 50 કરોડ.
• ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ માટે જોગવાઇ 21 કરોડ.