ગુજરાતમાં નોનવેજ અને ઈંડાની લારી દૂર કરવા મુદ્દે સીઆર પાટીલે કરી આ સ્પષ્ટતા

|

Nov 16, 2021 | 8:34 PM

નોનવેજની લારીઓ બંધ કરવા માટે ભાજપ સરકાર ક્યારેય વિચારતી નથી.રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવવા અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી છે.

ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મહાનગરપાલિકાઓ દ્વારા નોનવેજ અને ઈંડાની લારી દૂર કરવાના આદેશ વચ્ચે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલે આજે સ્પષ્ટતા કરવી પડી છે. જેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં કોઇ નોનવેજ કે ઇંડાની લારી બંધ કરવાનો કોઇ આદેશ નથી કરાયો. નોનવેજની લારીઓ બંધ કરવા માટે ભાજપ સરકાર ક્યારેય વિચારતી નથી.રસ્તા પરથી નોનવેજની લારીઓ હટાવવા અંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સ્પષ્ટતા કરી છે.

તેમણે કહ્યું કે નોનવેજની લારીઓ બંધ કરવા માટે ભાજપ ક્યારેય નથી વિચારતી.કોઈ પણ વેચાણ અંગે કોઈ વિરોધ નથી.અને આ અંગે મુખ્યપ્રધાને પણ સ્પષ્ટતા કરી દીધી છે.સાથે જ કહ્યું કે મંત્રીઓએ કોઈ વિવાદિત નિવેદન ના આપવા એવી પણ સૂચના આપવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં(Gujarat)  છેલ્લા બે દિવસથી ચાલી રહેલા નોન વેજ(Non Veg) અને ઈંડાની લારીઓ દૂર કરવાના વિવાદ વચ્ચે સીએમ ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel) સોમવારે  મહત્વનું નિવેદન આપ્યું છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આણંદમાં ભાજપના સ્નેહ મિલન કાર્યક્રમમાં કહ્યું હતું  કે જેને જે ખાવું હોય તે ખાવો તેની સાથે અમને કોઇ વાંધો નથી.

પરંતુ લારીમાં વેચાતો ખોરાક સ્વાસ્થ્યને નુકશાનકારક ન હોવો જોઇએ. તેમાં વેજ નોન વેજની કોઇ વાત જ નથી. જેને જે ખાવું હોય તે ખાય.મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહ્યું કે લારીઓ ટ્રાફિક કે નાગરિકો માટે અડચણ રૂપ હશે તો તેવી લારીઓ હટાવી શકાશે. આણંદ જિલ્લામાં પ્રચાર માધ્યમો સાથે વાતચીતમાં આ પ્રતિક્રિયા આપી હતી

આ પણ વાંચો :junagadh : લીલી પરિક્રમોનો બીજો દિવસ, ભોજનની અવ્યવસ્થાને પગલે ભાવિકો થયા પરેશાન

આ પણ વાંચો : ગુજરાતમાં બુધવારથી શરૂ થશે મેડિકલ પ્રવેશની પ્રક્રિયા, ઓન લાઇન પીન ખરીદી શકાશે

Published On - 8:04 pm, Tue, 16 November 21

Next Video