junagadh : લીલી પરિક્રમોનો બીજો દિવસ, ભોજનની અવ્યવસ્થાને પગલે ભાવિકો થયા પરેશાન

પરિક્રમા રૂટ પર કોઈપણ અન્ન ક્ષેત્રો નહિ કે પીવાના પાણીની સુવિધા નહિ હોવાથી ભાવિકોની પાંખી સંખ્યા જોવા મળી હતી. અને જેથી પરિક્રમા કરવા આવેલા ભાવિકો હેરાન જોવા મળ્યા.

junagadh : લીલી પરિક્રમોનો બીજો દિવસ, ભોજનની અવ્યવસ્થાને પગલે ભાવિકો થયા પરેશાન
junagadh: Second day of green ceremonies, devotees upset over food disorder
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 6:20 PM

લીલી પરિક્રમાનો દેવ દિવાળીના દિવસેથી પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે 36 કિલોમીટરની ચાર પડાવની પરિક્રમાનો આજે બીજો દિવસ છે. જેમાં એક લાખ જેટલા ભાવિકોએ પરિક્રમા પૂર્ણ કરી છે. સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર વચ્ચે સંકલનનો અભાવ હોવાથી અંતિમ સમયે ભાવિકોને પરિક્રમા કરવાની છૂટી આપવામાં આવી છે. તેને લઈ પરિક્રમા રૂટ પર કોઈપણ અન્ન ક્ષેત્રો નહિ કે પીવાના પાણીની સુવિધા નહિ હોવાથી ભાવિકોની પાંખી સંખ્યા જોવા મળી હતી. અને જેથી પરિક્રમા કરવા આવેલા ભાવિકો હેરાન જોવા મળ્યા.

લીલી પરિક્રમામાં દેશભર અને રાજ્યમાંથી ભાવિકો પુણ્યનું ભાથું બાંધવા આવતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રના ભાવિકો પણ પરિક્રમા ત્રીજીવાર પૂર્ણ કરી છે. પરિક્રમાર્થીઓનું કહેવું છેકે જ્યારે તેઓ રૂટ પર રહ્યાં ત્યારે પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર સુવિધાનો અભાવ જોવા મળ્યો. પીવાના પાણી વ્યવસ્થા કે નહીં કોઈ અન્નક્ષેત્ર નહિ હોવાથી વધુ ભાવિકો હેરાન થતા જોવા મળ્યા વહીવટી તંત્રએ અગાઉ તૈયારી કરવી જરૂરી છે.

લીલી પરિક્રમા કરી અને પરિક્રમામાં પુણ્ય ભાથું બાંધવા ગિરનારમાં આવતા કેટલાક ભાવિકો પોતાના ઘરેથી હળવો નાસ્તો, ભોજનનો કાચો સામાન અને ભોજન સામગ્રી પણ સાથે લાવતા હોય છે. ત્યારે પરિક્રમાના રૂટ પર કુદરતી સૌંદર્ય વચ્ચે રસોઈ બનાવતા હોય છે. અને જંગલમાં બેસી ભોજન લેવાનો લ્હાવો પણ લેતા હોય છે. તેમાં પણ જે ભાવિકો જમવાનું સાથે લાવ્યા હોય તેને કોઈ મુસીબત નથી પડી, પણ જે ભોજન સામગ્રી સાથે લાવ્યા નથી તેવા ભાવિકોને મુસીબતનો સામનો કરવો પડે છે

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

દર વર્ષે લાખો લોકો પરિક્રમા કરવા આવે છે. ત્યારે ચાલુ વર્ષે પરિક્રમા દરમિયાન કોઈપણ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી નથી. ત્યારે ચાલુ વર્ષે ભાવિકોની પાંખી સંખ્યા જોવા મળે છે. અને અંતિમ સમયે જે જિલ્લા કલેકટર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે ભાવિકોને જવાની છૂટી આપવામાં આવી છે દુઃખદ વાત છે ભાવિકોની શ્રદ્ધા અને આસ્થા પર પાણી ફેરવ્યું તેવું લાગે છે. ચાલુ વર્ષે પરિક્રમા રૂટ પર સુવિધાના અભાવના લીધે નાના બાળકો પાણી વગરના હેરાન થયા છે. અને પરિક્રમા કરવા આવતા ભાવિકોની ખૂબ લાગણી દુભાણી છે.

સ્થાનિક વહીવટી તંત્ર અને સરકાર વચ્ચેનો તાલમેલ હોવો જોઈએ તેમાં સંકલનનો અભાવ જોવા મળ્યો. જે તૈયારી એક મહિના પહેલા કરવાની હોય છે તે કરવામાં ન આવી. અને જિલ્લા વહીવટી તંત્રએ કોઈ વ્યવસ્થા વગર અંતિમ સમયે નિર્ણય લેવામાં આવ્યો તેને લઈ ભાવિકો હેરાન પરેશાન થયા અને ભાવિકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">