ગુજરાતમાં પોલીસ ગ્રેડ પે મુદ્દે મડાગાંઠ યથાવત, ગૃહ રાજય મંત્રી અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક યોજાઇ

|

Oct 26, 2021 | 10:14 PM

ગુજરાતના ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ ગ્રેડ પે મુદ્દે રજૂઆતોને સાંભળી હતી. તેમજ આ અંગે વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની પણ બાંહેધરી આપી હતી.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પેને(Police Grade Pay) લઈને ઉભા થયેલા આંદોલનના પગલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી(Harsh Sanghvi)અને પોલીસ પરિવાર વચ્ચે બેઠક મળી હતી . આ બેઠકમાં ગ્રેડ-પે અંગે ચર્ચા થઇ હતી. તેમજ પોલીસ પરિવારોએ પોતાની માંગ રજૂ કરી હતી. ગૃહ રાજય પ્રધાન હર્ષ સંઘવીએ તેમની રજૂઆતોને સાંભળી હતી. તેમજ આ અંગે વહેલામાં વહેલી તકે ઉકેલ લાવવાની પણ બાંહેધરી આપી હતી.

જો કે ગાંધીનગર પોલીસ ગ્રેડ પે મુદ્દે રજૂઆત કરનારા હાર્દિક પંડયા બાદ સમગ્ર રાજયમાં પોલીસ પરિવાર આ મુદ્દે મેદાનમાં ઉતર્યા છે. તેમજ આ મુદ્દે સોશિયલ મીડિયા પર અભિયાન છેડવામાં આવ્યું છે. જેમાં અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે પણ ગ્રેડ પેના મુદ્દે અન્ન અને જળનો ત્યાગ કરવાની બાબત સોશિયલ મીડિયા પર વહેતી કરી હતી.

ગુજરાતમાં(Gujarat)પોલીસ ગ્રેડ પે(Grade Pay )વધારાને લઇને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના(Harsh Sanghvi) હોમ ટાઉન સુરતમાં(Surat)પણ આંદોલનની શરૂઆત થઈ છે. જેમાં પીપલોદ લાઇનમાં પોલીસ પરિવારે ગ્રેડ પે વધારાની માંગ સાથે રેલીનું આયોજન કર્યું હતું. તેમજ ગ્રેડ પે વધારાના સમર્થનમાં થાળી વગાડી રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો.

ગુજરાત પોલીસમાં ગ્રેડ પે વધારવા માટેનું આંદોલન વધુ વેગવંતુ બન્યું છે. જેમાં ગ્રેડ પે અને પગાર વધારાની માગ સાથે ઠેરઠેર આંદોલન અને ધરણા થઈ રહ્યા છે. હક માટેની લડાઈ લડવા સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવ્યો છે. ગ્રેડ પે વધારાના મામલે પોલીસ પરિવાર ગાંધીનગરમાં રોડ પર આવ્યા છે.

સત્યાગ્રહ છાવણી પર પોલીસ પરીવાર ધરણા પર બેઠા છે. તેમજ અન્ય કર્મચારીની સાપેક્ષમાં પોલીસ કોન્સ્ટેબલના પગારધોરણ ઓછા હોવાની રાવ સાથે પોલીસ પરીવારે વિરોધ નોંધાવ્યો છે.તો બીજી સરકાર પણ અડગ છે.

આ પણ વાંચો : અમદાવાદ કોર્પોરેશનના બોર્ડમાં કોંગ્રેસનો હોબાળો, ભાજપ પર લગાવ્યા આ આક્ષેપ

આ પણ વાંચો : ખાંડની નિકાસ અંગે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, જાણો મિલ માલિકો અને ખેડૂતો પર શું અસર પડશે

Published On - 10:11 pm, Tue, 26 October 21

Next Video